એકતા કપૂરે ‘ડ્રીમ ગર્લ’નાં ટ્રેલર રિલીઝ બાદ આયુષ્માન ખુરાનાની ખાસ્સી પ્રશંસા કરી છે. ૧૩ સપ્ટેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મને એકતા કપૂરે પ્રોડ્યુસ કરી છે અને રાજ શાંડિલ્યએ ડિરેક્ટ કરી છે. નુસરત ભરુચા, અનુ કપૂર અને વિજય રાઝ પણ આ ફિલ્મમાં અગત્યની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં આયુષ્માન એક એવા પુરુષનું પાત્ર ભજવી રહ્યો છે જે મહિલાનાં અવાજમાં વાતો કરતો હોય છે. ફિલ્મમાં તે કદી રાધા તો કદી સીતા તો કદી દ્રોપદી પણ બની જાય છે. આયુષ્માનનાં વખાણ કરતાં એકતા કપૂરે કહ્યું હતું કે ‘ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળ્યા બાદ મને લાગ્યુ કે એક જ ઍક્ટર છે જે આ રોલ માટે જરૂરી એવા વૉઇસ મોડ્યુલેશનને લાવી શકે છે.
આ પણ વાંચો : નૅશનલ અવૉર્ડ મળતાં મારા પિતા એકદમ ગળગળા થઈ ગયા હતા : આયુષ્માન
મેં રાજને કહ્યું હતું કે આયુષ્માન જ આ સ્ક્રિપ્ટમાં બંધ બેસે છે. તે ફક્ત સ્ક્રિપ્ટને મહત્ત્વ આપે છે અને તે એ નહીં જુએ કે ડિરેક્ટર કેટલો મોટો છે અથવા તો તેણે કેટલી ફિલ્મો બનાવી છે. એક મહિલાનું પાત્ર ભજવવું ખૂબ જ મુશ્કેલ છે અને તેનામાં એ ક્ષમતા છે. એક મહિલાની ભૂમિકા ભજવવા માટે તમારે ટૅલન્ટેડ વ્યક્તિ હોવુ જરૂરી છે.’
બ્રોકન બટ બ્યુટીફુલ બનાવવતી વખતે એટલી જ મજા આવી હતી જેટલી નાગિન બનાવવામાં આવી હતી : એકતા કપૂર
Nov 29, 2019, 11:11 IST‘રાગિની MMS’ની સેકન્ડ સીઝન પર એકતા કપૂરે કહીં આ વાત...
Nov 22, 2019, 12:19 ISTનાગિન 4 માટે પીત્ઝા અને બટરચિકનથી દૂર રહે છે જાસ્મિન
Nov 21, 2019, 10:05 ISTસ્મૃતિ ઇરાની: ભણતર પૂરી નથી કરી, તો હવે શું કરું? તો એકતાએ કહ્યું આ...
Nov 19, 2019, 18:51 IST