રેખાના જન્મદિવસે અમિતાભ બચ્ચનનો બર્થ ડે સ્પેશિયલ વીડિયો રિલીઝ, થયો વાયરલ

Published: Oct 10, 2019, 17:44 IST | મુંબઈ

રેખાના જન્મદિવસે અમિતાભ બચ્ચનનો ખાસ વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. જે આનંદ પંડિતે બનાવ્યો છે.

તસવીર સૌજન્યઃ PTI
તસવીર સૌજન્યઃ PTI

અમિતાભ બચ્ચનના જન્મદિવસના અવસર પર આનંદ પંડિત મોશન પિક્ચરે એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના 50 ફિલ્મી કિરદારોને લઈને તેમનો ચહેરો બનાવવામાં આવ્યો છે અને તેમને ટ્રિબ્યૂટ જન્મદિવસની શુભેચ્છા આપવામાં આવી છે.

સાથે જ સોશિયલ મીડિયા પર આનંદ પંડિત મોશન પિક્ચરે લખ્યું છે કે, 'એક મહાનાયક અને તેમના 50 ચહેરા, આજે આ ખાસ દિવસે આનંદ પંડિત મોશન પિક્ચરની ટીમ તરફથી અમે તેમને શુભેચ્છા આપીએ છે.'

મહત્વનું છે કે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો 11 ઑક્ટોબરે તેમનો જન્મદિવસ મનાવે છે. દરેક વખતની જેમ આ વખતે પણ ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે કે તેમનો આ દિવસ વ્યસ્ત દિવસમાંથી એક રહેશે. તેઓ સવારે ઉઠીને પૂજા પાઠ કરે છે અને તે માતા પિતાની યાદમાં પ્રતીક્ષા બંગલા પર જઈને આદરપૂર્વક નમન કરે છે. જે બાદ ઘરના લોકોને મળે છે અને પછી પત્રકારો અને મીડિયા વાળાઓ સાથે ગયા વર્ષના અનુભવો પર વાત કરે છે.

જે બાદ તેઓ ચાહકોને મળે છે. સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના જન્મદિવસ પર દૂર-દૂરથી લોકો તેમના ઘરે મળવા આવે છે. અમિતાભ બચ્ચનના ઘરની પાસે પણ આ દિવસે ઘણી ચહેલપહેલ જોવા મળે છે. તેમના ઘર અને પ્રતીક્ષા પર કેટલાક લોકો અમિતાભ બચ્ચનના અલગ-અલગ કિરદારોના અંદાજમાં નજર આવે છે. રેખાના જન્મદિવસે આવેલા આ વીડિયો બંનેના જન્મદિવસે ખાસ બની ગયો.મહત્વનું છે કે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને રેખાની જોડીને સદાબહાર કહેવામાં આવે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK