Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અમીષા પટેલ પર રાંચીમાં અઢી કરોડનો ફ્રૉડનો કેસ કર્યો પ્રોડ્યુસર અજય સિંહ

અમીષા પટેલ પર રાંચીમાં અઢી કરોડનો ફ્રૉડનો કેસ કર્યો પ્રોડ્યુસર અજય સિંહ

01 July, 2019 09:47 AM IST | મુંબઈ

અમીષા પટેલ પર રાંચીમાં અઢી કરોડનો ફ્રૉડનો કેસ કર્યો પ્રોડ્યુસર અજય સિંહ

અમીષા પટેલ

અમીષા પટેલ


અમીષા પટેલ પર પ્રોડ્યુસર અજય સિંહે અઢી કરોડની છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. તેમના કહેવા મુજબ અમીષાએ તેની ફિલ્મ ‘દેસી મૅજિક’ માટે અઢી કરોડ રૂપિયા લીધા હતા. આ બન્ને ૨૦૧૭માં મળ્યાં હતાં. એ દરમ્યાન અમીષાએ તેને કહ્યું હતું કે તેની ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને નાણાં ન હોવાથી તેમનો આ પ્રોજેક્ટ અટવાયો છે. આ જ કારણ છે કે અજય સિંહે તેને અઢી કરોડ રૂપિયા આપ્યા હતા. એવામાં અમીષાએ આપેલો ૩ કરોડનો ચેક બાઉન્સ થતાં અજય સિંહે કોર્ટની શરણ લીધી છે. આ વિશે વિસ્તારપૂર્વક જણાવતાં અજય સિંહે કહ્યું હતું કે ‘રૂપિયા ૩ કરોડનો ચેક બાઉન્સ થતાં અમે રાંચી કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. ગયા વર્ષે તેની ફિલ્મ ‘દેસી મૅજિક’ની રિલીઝ માટે પૈસા લીધા બાદ તે આ વિશે કોઈ પ્રત્યુત્તર આપી રહી ન હતી. એથી કોર્ટે હવે સમન મોકલાવ્યો છે અને તેને ૮ જુલાઈએ હાજર રહેવું પડશે. એ દિવસે જો તે હાજર નહીં રહે તો તેની વિરુદ્ધ ધરપકડનું વૉરન્ટ પણ બહાર પાડવામાં આવશે. અમે ૧૭ જૂનના રોજ તેની વિરુદ્ધ વૉરન્ટ બહાર પાડવામાં આવે એવી અપીલ કરવા કૉર્ટમાં ગયા હતા. જોકે જજે અમને સલાહ આપતાં કહ્યું હતું કે તેની ધરપકડનું વૉરન્ટ બહાર પાડવામાં આવે એ પહેલાં તેને સમન્સ મોકલવો જોઈએ.’

આ પણ વાંચોઃ મેહુલ સોલંકીઃ વાંચો 'પ્રેમજી' વિશેની અજાણી વાતો, જુઓ ફોટોઝ



અમીષાના બદલાઈ ગયેલા વર્તન વિશે અજય સિંહે કહ્યું હતું કે ‘શરૂઆતમાં મને એમ કહેવામાં આવ્યું હતું કે આ ફિલ્મ આ વર્ષે જૂનમાં રિલીઝ થવાની છે. ત્યાર બાદ એમ કહેવામાં આવ્યું હતું કે આ ફિલ્મ સપ્ટેમ્બરમાં રિલીઝ થશે. જોકે મને એમ પણ કહેવામાં આવ્યું હતું કે મારા પૈસા મને વ્યાજની સાથે પાછા આપવામાં આવશે. એથી મને ૩ કરોડનો ચેક આપવામાં આવ્યો હતો જે બાઉન્સ થયો છે. મેં જ્યારે આ બાબતમાં વધુ માહિતી માગી તો તેનું વર્તન બદલાઈ ગયું. તેણે મને કહ્યું કે તું નાનો ઇન્વેસ્ટર છે અને તને ચૂપ રહેવું જોઈએ. જોકે આ મારા પૈસા છે.’


Whatsapp-channel Whatsapp-channel

01 July, 2019 09:47 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK