Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મેં ફેમિનિસ્ટ સાથે લગ્ન કર્યાં છે : પ્રિયંકા ચોપડા જોનસ

મેં ફેમિનિસ્ટ સાથે લગ્ન કર્યાં છે : પ્રિયંકા ચોપડા જોનસ

05 June, 2019 11:39 AM IST |

મેં ફેમિનિસ્ટ સાથે લગ્ન કર્યાં છે : પ્રિયંકા ચોપડા જોનસ

મેં ફેમિનિસ્ટ સાથે લગ્ન કર્યાં છે : પ્રિયંકા

મેં ફેમિનિસ્ટ સાથે લગ્ન કર્યાં છે : પ્રિયંકા


પ્રિયંકા ચોપડા જોનસને ખુશી છે કે તેનો પતિ નિક જોનસ ફેમિનિસ્ટ છે અને એ વાતને તે ડંકાની ચોટ પર કહે છે. તેમનાં લગ્ન બાદ પ્રિયંકાને ઘણી વાર ટ્રોલ કરવામાં આવી છે, પરંતુ દરેક વખતે નિક તેની પડખે ઊભો રહ્યો છે. આ વિશે વધુ જણાવતાં પ્રિયંકાએ કહ્યું હતું કે ‘મેં એક ફેમિનિસ્ટ સાથે લગ્ન કર્યાં છે. તે આ શબ્દનો ઉપયોગ કરતાં ડરતો નથી અને મને એની ખુશી છે.’

થોડા સમય પહેલાં એક પબ્લિકેશન દ્વારા પ્રિયંકા પર ગ્લોબલ સ્કૅમ આર્ટિસ્ટનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે પ્રિયંકાએ તેની પ્રોફાઇલ અને કરીઅર બનાવવા માટે નિક સાથે લગ્ન કર્યાં છે. આ વિશે પૂછતાં પ્રિયંકાએ કહ્યું હતું કે ‘મેં એ સમયે એના પર કોઈ કમેન્ટ નહોતી કરી. જોકે હું મારી હોટેલની રૂમમાં નિક પાસે જઈ રહી હતી ત્યારે મેં જોયું કે તે, જો જોનસ, સૉફી ટર્નર અને મારી મમ્મી ફોન પર ખૂબ જ ગુસ્સામાં વાતો કરી રહ્યાં હતાં કે તેઓ આવું કેવી રીતે કહી શકે? મેં વિચાર્યું કે હું ખૂબ જ સારા લોકોની વચ્ચે છું અને મને કંઈ ન થઈ શકે.’



આ પણ વાંચો: Bharat:પ્રીમિયરમાં આ અંદાજમાં દેખાયા બોલીવુડના સિતારા


તેમનાં લગ્ન બાદ ઇન્સ્ટાગ્રામ પર તેણે ઘણા ફોટો શૅર કર્યા હતા. આ ફોટોને લઈને તેને એના પર ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. આ વિશે પૂછતાં પ્રિયંકાએ કહ્યું હતું કે ‘જો હું ફેમસ ન હોત અને મારાં લગ્ન થયાં હોત તો શું મારા ઇન્સ્ટાગ્રામ પર મારા પતિ સાથેના ફોટો મેં શૅર ન કર્યા હોત? હું ફેમસ હોવાથી હું શું નવાં લગ્ન થયાં હોય એના પર ગર્વ ન કરી શકું? મારા ફોટોને લઈને પણ લોકો કહી રહ્યા છે કે હું એનો ઉપયોગ કરી રહી છું. હું જ્યારે પબ્લિક પર્સન બની હતી ત્યારે જ મેં મારી પ્રાઇવસી ખોઈ દીધી હતી, પરંતુ વિશ્વાસ કરજો એવી ઘણી વાત છે જે હું સીક્રેટ રાખું છું.’


Whatsapp-channel Whatsapp-channel

05 June, 2019 11:39 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK