ટૉરોન્ટો ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલની ઍમ્બૅસૅડર બનશે પ્રિયંકા

Published: Jul 09, 2020, 12:36 IST | Agencies | Mumbai

ટૉરોન્ટો ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલની ઍમ્બૅસૅડર તરીકે પસંદગી થઈ પ્રિયંકાની

પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરા

ટૉરોન્ટો ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ માટે પ્રિયંકા ચોપડા જોનસની ઍમ્બૅસૅડર તરીકે પસંદગી કરવામાં આવી છે. આ ફેસ્ટિવલનું ડિજિટલ સ્ક્રીનિંગ અને વર્ચ્યુઅલ રેડ કાર્પેટ ઇવેન્ટ થવાનાં છે. આ ફેસ્ટિવલ ૨૦૨૦ની ૧૦ સપ્ટેમ્બરથી ૧૯ સપ્ટેમ્બર સુધી યોજાવાનો છે. પોતાના ફોટોનો કોલાજ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી કે ‘મારી આખી કરીઅર દરમ્યાન ટૉરોન્ટો ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ (TIFF) મારા માટે એક ઘર સમાન જ છે. મારી અનેક ફિલ્મો જેમાં હું પોતે ઍક્ટર હોઉં કા તો પ્રોડ્યુસર પણ હોઉં એ ફિલ્મોએ આ ફેસ્ટિવલમાં એન્ટ્રી કરી છે. TIFF હંમેશાંથી ગ્લોબલ કન્ટેન્ટ જે વિવિધતાથી ભરેલા હોય એને સપોર્ટ અને પ્રોત્સાહન આપે છે. મારા ફ્રેન્ડ કૅમરુન બેલીની ટૅલન્ટેડ ટીમ સ્પેશ્યલ સ્ટોરીઝ અને સ્ટોરી ટેલર્સ પર ધ્યાન આપવા માટે ધગશથી કામ કરી રહ્યા છે. આ બધાથી પણ વિશેષ તો અગત્યની ભૂમિકા તો ફૅન્સ ભજવે છે, જેઓ ફિલ્મોના જાદુને સેલિબ્રેટ કરવા માટે એકઠા થાય છે. તેઓ હંમેશાંથી મને ઉમળકા અને પ્રેમથી આવકાર આપે છે. આ વર્ષે ઍમ્બૅસૅડરની જવાબદારી મળવાથી હું ગર્વ અનુભવી રહી છું. આ સંબંધોને હું આજીવન જાળવી રાખવા માગું છું, જેને હું ખૂબ માન આપું છું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK