બૉલીવુડમાં એન્ટ્રી કરતી વખતે પ્રિયંકા ચોપડા જોનસને કહેવામાં આવ્યું હતું કે તેણે સ્તન અને નિતંબની પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડશે. પ્રિયંકા હાલમાં ૩૮ વર્ષની છે અને તે ઇન્ટરનૅશનલ સ્ટાર બની ગઈ છે. ૨૦૦૦માં મિસ વર્લ્ડ બનેલી પ્રિયંકાએ હાલમાં જ તેની ઑટોબાયોગ્રાફી ‘અનફિનિશ્ડ’ લૉન્ચ કરી છે. પ્રિયંકાએ એ સમયે જે સૌથી પહેલી વ્યક્તિને મળી હતી તેણે તેને આ સજેશન કર્યું હતું અને એ સમયના તેના મૅનેજરે પણ એમાં સહમતી દેખાડી હતી. આ વિશે પ્રિયંકાએ તેની બુકમાં લખ્યું હતું કે ‘થોડી મિનિટ વાતો કર્યા બાદ ડિરેક્ટર-પ્રોડ્યુસરે મને ગોળ ફરવા માટે કહ્યું હતું. મેં એ કર્યું. તેણે મને ખૂબ જ લાંબા સમય સુધી જોયા કરી હતી અને મને જોઈને તેણે કહ્યું કે મારે મારાં સ્તન, જડબાં અને મારા નિતંબની સર્જરી કરાવવી પડશે. તેણે મને કહ્યું હતું કે જો મારે ઍક્ટ્રેસ બનવું હોય તો મારે આ કરાવવું પડશે. તેણે મને એ પણ કહ્યું હતું કે લૉસ ઍન્જલસમાં તેને એક ડૉક્ટર ઓળખે છે જેની પાસે તે મને મોકલાવી શકે છે. એ સમયના મારા મૅનેજરે પણ એ સજેશનમાં હામી ભરી હતી. હું એ ડિરેક્ટર-પ્રોડ્યુસરની ઑફિસથી ખૂબ જ દુખી થઈને જતી રહી હતી. હું આશ્ચર્યમાં હતી કે શું ખરેખર હું આ સર્જરી ન કરાવું તો સફળ નહીં થાઉં? હું વિચારતી હતી કે મીડિયા અને આ ઇન્ડસ્ટ્રીમાં લોકો મને ડસ્કી કહીને બોલાવશે અને તેઓ મને આ બિઝનેસમાંથી બહાર ફેંકી દેશે.’
આ વાતને યાદ કરતાં પ્રિયંકાએ કહ્યું હતું કે ‘આ નૉર્મલ બનાવી દેવામાં આવ્યું છે કે એ વિશેની વાત સામાન્ય વાતચીતમાં ન કરવી. તે ડિરેક્ટરે મારી સાથે જે રીતે વાત કરી હતી એ કારણે મેં એ ફિલ્મ છોડી દીધી હતી. જોકે મેં ફિલ્મ ન કરવાનું કારણ એ ડિરેક્ટરને ક્યારેય નહોતું કહ્યું. મારા માટે હું ઊભી રહું એવી મારામાં હિમ્મત નહોતી અને એ હું સ્વીકારું છું. મેં હંમેશાં એવું સાંભળ્યું છે કે તમે નવા છો ઇન્ડસ્ટ્રીમાં એથી કોઈ સમસ્યા ઊભી ન કરો.
તેમ જ તમે પ્રૉબ્લેમ કરનારા છો એવી તમારી ઇમેજ ન બનાવો જેથી તમને કામ ન મળે. હું હવે ૩૫ વર્ષની ઉંમર ક્રૉસ કરી ગઈ છું. છોકરીઓને જ્યારે આવી સામાન્ય ગણવામાં આવતી બાબત સાંભળવા મળે ત્યારે તેમને શું થાય એ હું સમજું છું. હું પોતાને મૉડર્ન વિચારધારાવાળી અને સ્માર્ટ ગર્લ સમજતી હોવા છતાં હું એમાં સંડોવાઈ હતી. સમયની સાથે હું એ શીખી છું, પરંતુ એ સમયે હું ખૂબ જ ડરી ગઈ હતી. એક પુરુષપ્રધાન ઇન્ડસ્ટ્રીમાં તમે કામ કરી રહ્યાં હોવાથી દરેક વ્યક્તિ આવું બધું સહન કરે છે. મેં પણ અન્યોની જેમ એ સહન કર્યું છે.’
હું કોઈ પણ વસ્તુને ગંભીરતાથી નથી લેતો : રાઘવ જુયાલ
25th February, 2021 14:00 ISTહું છેલ્લાં ૨૦ વર્ષથી કામ કરું છું : સલિલ અંકોલા
25th February, 2021 13:57 ISTમારે ફિલ્મ અથવા તો વેબ-સિરીઝ ડિરેક્ટ કરવી છે : ધર્મેશ યેલાન્ડે
25th February, 2021 13:51 ISTફોર મોર શૉટ્સ પ્લીઝની સીઝન ૩ને લઈને ઉત્સુક છે કીર્તિ કુલ્હારી
25th February, 2021 13:45 IST