Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > પ્રિયંકા ચોપડાનો પતિ નિક જોનસ Netflix માટે બનાવશે વેબ-સિરીઝ

પ્રિયંકા ચોપડાનો પતિ નિક જોનસ Netflix માટે બનાવશે વેબ-સિરીઝ

22 January, 2020 06:01 PM IST | અમદાવાદ

પ્રિયંકા ચોપડાનો પતિ નિક જોનસ Netflix માટે બનાવશે વેબ-સિરીઝ

નિક જોનસ

નિક જોનસ


૨૦૧૬માં ઑનલાઇન સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી અમેરિકન સાયન્સ-ફિક્શન હૉરર વેબ-સિરીઝ ‘સ્ટ્રેન્જર થિંગ્સ’, જે ભારતમાં પણ એટલી જ લોકપ્રિય થઈ એના પ્રોડ્યુસર શૉન લેવી અને અમેરિકન ઍક્ટર, સિંગર અને સૉન્ગ-રાઇટર ન‌િક જોનસે એક બ‌િગ વેન્ચર માટે હાથ મિલાવ્યા છે. આ બન્નેના પ્રોડક્શન હાઉસ અનુક્રમે ‘૨૧ લેપ્સ’ અને ‘ઇમેજ ૩૨’ અંતર્ગત નેટફ્લિક્સ માટે અડધા કલાકના આઠ એપિસોડની વેબ-સિરીઝનું આયોજન થઈ રહ્યું છે, જે ‘ડૅશ ઍન્ડ લિલીઝ બુક્સ ઑફ ડેર્સ’ નામની નૉવેલ પર આધારિત છે. ઑસ્ટિન અબ્રામ્સ અને મિડૉરી ફ્રાન્સિસ અભિનીત ‘ડૅશ ઍન્ડ લિલી’ નામની સિરીઝમાં લિલી નામની યુવતી ન્યુ યૉર્કના એક બુકસ્ટૉલમાં ચૅલેન્જિસથી ભરેલી એક બુક મૂકી જાય છે.

આ પણ વાંચો : વીર દાસ ભારતનાં 6 શહેરમાં ફરીને લોકોને હસાવશે



છુટ્ટીઓના દિવસોમાં ડૅશ નામનો યુવાન આવીને એ બુક ઉપાડે છે. આ બન્ને પ્રેમીઓનાં સાહસ, સપનાંઓ અને ઇચ્છાઓ ન્યુ યૉર્ક સિટીમાં પાંગરે છે. બે પૈકીના એક પ્રોડ્યુસર શૉન લેવીની સફળ સિરીઝ ‘સ્ટ્રેન્જર થિંગ્સ’ની ચોથી સ‌ીઝનની અનાઉન્સમેન્ટ થઈ ચૂકી છે.


Whatsapp-channel Whatsapp-channel

22 January, 2020 06:01 PM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK