પ્રિયંકા ચોપરાનો પતિ નિક જોનાસ કેમ છોડવા માગે છે ગ્લેમર ઇન્ડસ્ટ્રી

Jun 08, 2019, 17:53 IST

મેં આ આઇડિયા પ્રિયંકા સાથે પણ શેર કર્યો હતો અને તેને મારો આ આઇડિયા ખૂબ જ ગમ્યો હતો.

પ્રિયંકા ચોપરાનો પતિ નિક જોનાસ કેમ છોડવા માગે છે ગ્લેમર ઇન્ડસ્ટ્રી
પ્રિયંકા ચોપરા સાથે નિક જોનાસ

ગ્લોબલ આઇકન પ્રિયંકા ચોપરા અભિનેત્રીની સાથે સાથે સોશિયલ એક્ટિવિસ્ટ પણ છે. જેને કારણે આ અભિનેત્રી સતત લાઇમલાઇટમાં રહે છે તાજેતરમાં જ પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસે જણાવ્યું કે તે લાઇમલાઇટથી દૂર જવા માગે છે. તેણે જણાવ્યું કે હજી પણ ફાર્મ લાઇફ પ્રત્યે આકર્ષણ ધરાવે છે.

એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે નિક જોનાસ હજી પણ ફાર્મ લાઇફ જીવવા માગે છે. નિક જોનાસે કહ્યું કે તે આ પ્રકારના જીવન માટે સ્ટારડમ લાઇફને પણ છોડી શકે છે.

 
 
 
View this post on Instagram

Romeo oh Romeo.. 😍❤️💋 and Ava drew #nightout

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) onJun 2, 2019 at 1:06pm PDT

પ્રિયંકા સાથે લગ્ન પછી પણ આવે છે આવો વિચાર
તેણે જણાવ્યું કે પ્રિયંકા ચોપરા સાથે લગ્ન કર્યા પછી પણ તેણે પોતાના ફાર્મલેન્ડ તરફ મૂવ કરવાનો વિચાર મૂક્યો નથી. તે હજી પણ તેવી લાઇફ જીવવા માગે છે. એટલું જ નહીં તેણે પોતાની આ ઇચ્છા પ્રિયંકા ચોપરા સામે પણ જાહેર કરી છે.

 
 
 
View this post on Instagram

🧡 #Cannes2019

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) onMay 19, 2019 at 7:46am PDT

પ્રિયંકાને પણ જણાવ્યો આ વિચાર
તેણે કહ્યું કે મેં આ આઇડિયા પ્રિયંકા સાથે પણ શેર કર્યો હતો અને તેને મારો આ આઇડિયા ખૂબ જ ગમ્યો હતો. નિકના કહ્યા પ્રમાણે ફાર્મલેન્ડ તરફ મૂવ કર્યા પછી ફક્ત મારી લાઇફમાં જ નહીં પણ પ્રિયંકાની લાઇફમાં પણ ઘણું પરિવર્તન થશે. આ સિવાય તેણે કહ્યું છે કે તેને ખબર છે કે આ તેની માટે સરળ નહીં હોય કારણકે તે એક સક્સેસફુલ સ્ટાર છે અને લોકો તેને જોવાનું પસંદ કરે છે.

આ પણ વાંચો : મેકઅપ વગરની સેલ્ફી પોસ્ટ કરતા ટ્રોલ થઈ આ એક્ટ્રેસ, લોકોએ કહ્યું બૂઢી થઈ ગઈ છે

જોનાસ બ્રધર્સે તાજેતરમાં જ એકસાથે મળીને પોતાનો પહેલો આલ્બમ જાહેર કર્યો હતો. દરમિયાન તેણે નિક અને તેના ફાર્મ લેન્ડના પ્રેમ વિશે પણ જણાવ્યું હતું. જણાવીએ કે પ્રિયંકા અને નિક જોનાસે 1 અને 2 ડિસેમ્બરે હિંદુ અને ક્રિશ્ચન વિધિ પ્રમાણે લગ્ન કર્યા હતા. પ્રિયંકા ચોપરાએ આ લગ્ન પોતાના ખાસ મિત્રો અને પરિવાર વચ્ચે કર્યા હતા.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK