Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રિયંકા ચોપરાનો સિગરેટ પિતો ફોટો વાયરલ, જુઓ લોકોના રિએક્શન

પ્રિયંકા ચોપરાનો સિગરેટ પિતો ફોટો વાયરલ, જુઓ લોકોના રિએક્શન

21 July, 2019 03:50 PM IST |

પ્રિયંકા ચોપરાનો સિગરેટ પિતો ફોટો વાયરલ, જુઓ લોકોના રિએક્શન

પ્રિયંકા ચોપરાનો સિગરેટ પિતો ફોટો વાયરલ

પ્રિયંકા ચોપરાનો સિગરેટ પિતો ફોટો વાયરલ


ફિલ્મ સ્ટાર પ્રિયંકા ચોપરાની એક ફોટો વાયરલ થઈ રહી છે જેના કારણે હોલીવુડ સ્ટાર પ્રિયંકાને ટ્રોલ કરવામાં આવી રહી છે. આ ફોટોમાં પ્રિયંકા ચોપરા સિગરેટ પિતા જોવા મળી રહી છે અને સાથે પતિ નિક જોનસ પણ જોવા મળી રહ્યાં છે. યૂઝર્સે આ વાતને લઈને આપત્તિ દર્શાવી છે અને કહ્યું હતું કે, જેને દિવાળીના ધુમાડાથી તકલીફ થઈ રહી હોય તે આજે પોતે સ્મોકિંગ કરી રહી છે. આ વાતને લઈને યૂઝર્સ પ્રિયંકા પર ભડકેલા જોવા મળ્યાં હતાં. લોકોનું કહેવું છે કે, જો તેમને અસ્થમા છે તો સિગારેટ સાથે શું કરી રહી છે.

આ ફોટો ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર ચર્ચાનો વિષય બન્યો છે. આ ફોટો પર લોકો સતત પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે. માનવામાં આવી રહ્યું છે કે, આ ફોટો તેના બર્થ-ડે સેલિબ્રેશનનો છે, પ્રિયંકા પાર્ટી દરમિયાન સિગારેટ પીતી જોવા મળી હતી. પ્રિયંકા ચોપરાએ થોડાક સમય પહેલા જાહેરમાં દિવાળીના ઉડતા ધુમાડાને લઈને કમેન્ટ કરી હતી અને કહ્યું હતું કે તેને 5 વર્ષથી અસ્થમા છે જેના કારણે દિવાળીમાં ફટાકડાના ધુમાડાના કારણે તકલીફ થાય છે.



આ પણ વાંચો: માર્વેલ લઈને આવી રહ્યું છે 11 રોમાંચક ફિલ્મ-વેબ સિરીઝ


એકતરફ લોકો તેના સિગારેટ પિતા ફોટો પર ભડાશ કાઢી રહ્યાં છે ત્યારે કેટલાક લોકો પ્રિયંકા ચોપરાને ટ્રોલ પણ કરી રહ્યાં છે. એક યૂઝર્સ ફોટો પર કમેન્ટ કરતા લખ્યું હતું કે, સિગારેટ પીને પ્રિયંકા અસ્થમાને ઠીક કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકાએ તેનો જન્મ દિવસ 18 જુલાઈએ પરિવાર સાથે મનાવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

21 July, 2019 03:50 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK