Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > The Sky is Pink Trailer: લોકોએ પ્રિયંકા ચોપરાના કર્યા વખાણ

The Sky is Pink Trailer: લોકોએ પ્રિયંકા ચોપરાના કર્યા વખાણ

10 September, 2019 04:31 PM IST | મુંબઈ ડેસ્ક

The Sky is Pink Trailer: લોકોએ પ્રિયંકા ચોપરાના કર્યા વખાણ

તસવીર સૌજન્ય ફિલ્મ ટ્રેલર

તસવીર સૌજન્ય ફિલ્મ ટ્રેલર


પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તર સ્ટારર ફિલ્મ 'ધ સ્કાય ઇઝ પિન્ક'નું ટ્રેલર લૉન્ચ થઇ ગયું છે. ટ્રેલર લૉન્ચ થવાની કેટલીક જ મિનિટોમાં એક લાખથી વધું વાર આ ટ્રેલર જોવામાં આવી ચૂક્યું છે અને લોકોને ગમે પણ છે. આ ફિલ્મ ખાસ છે તેનું એક કારણ આ પણ છે કે આ ફિલ્મ સાથે પ્રિયંકા ચોપરા કમબૅક કરી રહી છે તો બીજી તરફ ઝાયરા વસીમના કરિઅરની આ છેલ્લી ફિલ્મ છે. આ ફિલ્મમાં પ્રિયંકા અને ઝાયરા બન્નેના ચાહકોને તેમની રાહ જોઈ રહ્યા છે.




જણાવીએ કે ફિલ્મ ધ સ્કાય ઇઝ પિન્ક સિનેમાઘરોમાં 11 ઑક્ટોબરના રિલીઝ થશે અને આ ફિલ્મનું પહેલું ટ્રેલર છે. આ પહેલા ફિલ્મના પોસ્ટર સામે આવી ચૂક્યા છે. ફિલ્મ ટ્રેજિક ફેમિલી ડ્રામા છે અને પ્રેમ, સંઘર્ષની સ્ટોરી પર આધારિત છે.


ફિલ્મમાં પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તરની લવસ્ટોરી છે અને ઝાયરા વસીમે તેમની દીકરીનું પાત્ર ભજવ્યું છે. સાથે જ ઝાયરાને ભયાનક બીમારી છે, જેની સારવાર માટે પ્રિયંકા અને ફરહાન ઘણાં પ્રયત્નો કરતાં જોવા મળે છે.

તો ટ્રેલરમાં લવ, રોમાન્સ, ઇમોશન્સ, ફેમિલી ડ્રામાનું મિક્શચર છે, જે દર્શકોને ખૂબ જ પસંદ આવી શકે છે. તો ઝાયરા વસીમની આ છેલ્લી ફિલ્મ હોવાને કારણે પણ ફિલ્મ વધારે ચર્ચામાં છવાયેલી છે. જણાવીએ કે દંગલ ગર્લે ધર્મને લઈને બોલીવુડને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો હતો. જો લોકોની વાત કરીએ તો ફિલ્મના ટ્રેલરના ઘણાં વખાણ કરી રહ્યા છે. ચારેય એક્ટર્સની એક્ટિંગ સરસ લાગી રહી છે. અને શોનાલી બોસની આ ફિલ્મના ટ્રેલરે ચાહકોનું ધ્યાન ખેંચી લીધું છે.

આ પણ વાંચો : Priyanka Chopra:બાળપણમાં આટલી ક્યૂટ હતી આ એક્ટ્રેસ

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ લેખિકા અને મોટિવેશનલ સ્પીકર આયશા ચૌધરીના જીવન પર આધારિત છે. આયશાને પલ્મોનરી ફાઇબ્રોસિસ નામની ફેફસાંની બીમારી થઈ ગઈ હતી. ફિલ્મમાં તેમના દ્રષ્ટિકોણથી દુનિયાને બતાવવામાં આવશે. ફિલ્મ ધ સ્કાઇ ઇઝ પિન્કના ડાયરેક્ટર શોનાલી બોસ છે. પ્રિયંકા ફિલ્મમાં અદિતિ ચૌધરી અને ફરહાન અખ્તર નિરેન ચૌધરીના પાત્રમાં દેખાશે. આ ફિલ્મને લઈને પ્રિયંકા ચોપરાને ઘણી આશાઓ છે. આ ફિલ્મનું ટોરન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં 13 સપ્ટેમ્બરે વર્લ્ડ પ્રીમિયર થવાનું છે.

Whatsapp-channel Whatsapp-channel

10 September, 2019 04:31 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK