નિકે સંભાળી લીધું, નહીં તો મોટા અકસ્માતનો શિકાર બની જાત પ્રિયંકા

Updated: Apr 09, 2019, 12:47 IST

છેલ્લા કેટલાક દિવસ પહેલા એમના ડિવોર્સની અફવાઓને લઈને પ્રિયંકા અને નિક સમાચારના કેન્દ્રમાં આવ્યા.

પ્રિયંકા-નિક
પ્રિયંકા-નિક

પ્રિયંકા ચોપડા અને નિક જોનસના લગ્નને ચાર મહિનાથી વધારે થઈ ગયા છે અને હાલમાં પણ કોઈ કારણથી બન્નેની જોડી ચર્ચામાં રહે છે. ઘણી સુંદર જગ્યાએ હોલીડે વીતાવા માટે તો ક્યારે રોમાન્સ માટે પ્રિયંકા અને નિકના સમાચાર હંમેશા છવાયેલા રહે છે. છેલ્લા કેટલાક દિવસ પહેલા એમના ડિવોર્સની અફવાઓને લઈને પ્રિયંકા અને નિકને લઈને સમાચારના કેન્દ્રમાં આવ્યા.

 

 

હવે પ્રિયંકાના કેટલાક વીડિયોઝ સોશિયલ મીડિયામાં સર્કુલેટ કરવામાં આવી રહ્યા છે, જેમાં એક વીડિયો તમને પણ ઝટકો લગાવી શકે છે. આ વીડિયોમાં પ્રિયંકા ચોપડા એક અકસ્માતનો શિકાર થતા બચી ગઈ દેખાઈ રહી છે. પ્રિયંકા, નિક જોનસ અને એના પરિવાર સાથે આઉટિંગ પર હતા. બધા લોકો સીઢી ઉતરતા દેખાઈ રહ્યા હતા. ફૅન્સની ભીડ એમનું નામ લઈને હલ્લોબોલ કરી રહ્યા છે. નિક અને પ્રિયંકા વેવ કરતા સીઢી ઉતરી રહ્યા છે અને લોકોનું અભિવાદન કરી રહ્યા છે. પ્રિયંકાનું ધ્યાન ચાહકો પર હતું અને તે સ્માઈલ કરી રહી છે.

આ પણ વાંચો : કોબરા ગુમનામીમાં રહેલાં અપરાધીની બાયોપિક છે : રામ ગોપાલ વર્મા

આ સમય દરમિયાન એનું પોતાના પર બેલેન્સ નહીં રહેતા તે ડગમગી જાય છે. પ્રિયંકા નીચે પડવાની જ હતી કે નિક તરત જ પ્રિયંકાને સંભાળી લે છે. માનવામાં આવી રહ્યું છે કે હાઈ હીલ્સ પહેરવાથી પ્રિયંકા ડગમગી ગઈ. પાછળ નિકના ભાઈ જો જોનસ અને એની ફિયાન્સી સોફી ટર્નરને પણ તમે જોઈ શકો છો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK