Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પોતાનાં મૅરેજ પરથી કૉમેડી ફિલ્મ બનાવી રહી છે પ્રિયંકા

પોતાનાં મૅરેજ પરથી કૉમેડી ફિલ્મ બનાવી રહી છે પ્રિયંકા

09 October, 2019 11:55 AM IST | મુંબઈ

પોતાનાં મૅરેજ પરથી કૉમેડી ફિલ્મ બનાવી રહી છે પ્રિયંકા

પ્રિયંકા ચોપડા જોનસ

પ્રિયંકા ચોપડા જોનસ


પ્રિયંકા ચોપડા જોનસ હાલમાં નિક જોનસ સાથેના તેના લગ્ન પરથી એક કૉમેડી ફિલ્મ બનાવી રહી છે. તે હાલમાં ‘ધ સ્કાય ઇઝ પિંક’નું પ્રમોશન કરી રહી છે. તેણે એક કિડ્ઝ સુપરહીરો વાળી હૉલીવુડની ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે. આ સાથે જ તે ‘ધ વાઇટ ટાઇગર’ પર પણ કામ કરી રહી છે. આ સિવાય તે આર્ચાય રજનીશની સેક્રેટરી મા શિલાના પ્રોજેક્ટ પર પણ કામ કરી રહી છે. આ સિવાય તેના પ્રોજેક્ટ વિશે પૂછતાં પ્રિયંકાએ કહ્યું હતું કે ‘હું હાલમાં મારા લગ્ન પરથી એક કૉમેડી ફિલ્મ બનાવી રહી છું. મિંડી કૉલિંગ અને હું એક દિવસ મળ્યાં હતાં અને ત્યારે અમે મારા લગ્ન અને તેના ઇન્ડિયાના કનેક્શન વિશે વાત કરી રહ્યાં હતાં. આ સ્ટોરી ત્યાંથી અમને મળી હતી. આ બે છોકરીઓની સ્ટોરી છે જેઓ અમેરિકાથી ઇન્ડિયા એક ભવ્ય લગ્નમાં હાજરી આપવા માટે આવે છે.

આ પણ વાંચો: પ્રિયંકાને મિસ કરતાં નિક જોનસે જોઈ હતી મૅરી કૉમ



આની સ્ક્રિપ્ટ પર હજી કામ ચાલી રહ્યું છે. આ સાથે જ હું એક અન્ય અમેરિકન ટીવી શો માટે પણ ચર્ચા કરી રહી છું, પરંતુ એ વિશે હું હાલમાં કંઈ જણાવી શકું એમ નથી. આ સિવાય હું બે ટીવી શોને અમેરિકામાં પ્રોડ્યુસ કરી રહી છું, પરંતુ એમાં કામ નથી કરી રહી.’


Whatsapp-channel Whatsapp-channel

09 October, 2019 11:55 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK