Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વર્ષગાંઠ પહેલા જ પ્રિયંકાએ નિકને આપ્યું સર્પ્રાઇઝ, ઘરે આવ્યું આ મહેમાન

વર્ષગાંઠ પહેલા જ પ્રિયંકાએ નિકને આપ્યું સર્પ્રાઇઝ, ઘરે આવ્યું આ મહેમાન

27 November, 2019 01:08 PM IST | Mumbai Desk

વર્ષગાંઠ પહેલા જ પ્રિયંકાએ નિકને આપ્યું સર્પ્રાઇઝ, ઘરે આવ્યું આ મહેમાન

વર્ષગાંઠ પહેલા જ પ્રિયંકાએ નિકને આપ્યું સર્પ્રાઇઝ, ઘરે આવ્યું આ મહેમાન


પ્રિયંકા ચોપડા હાલ પોતાની અપકમિંગ ફિલ્મ 'ધ વાઇટ ટાઈગર' (The White Tiger)ના શૂટિંગમાં વ્યસ્ત છે. પ્રિયંકા તે અભિનેત્રીઓમાંની એક છે જે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં ખૂબ જ સારી રીતે બેલેન્સ બનાવીને રાખે છે. પ્રિયંકા જેટલી પોતાના કામ માટે પેશનેટ છે, તેટલી જ કે પોતાના પરિવાર સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરે છે. આ માટે પ્રિયંરા પોતાની એનિવર્સરી (1 ડિસેમ્બર)થી કેટલાક દિવસ પહેલા શૂટિંગમાંથી સમય કાઢીને પતિ નિક જોનાસને મળવા ન્યૂયૉર્ક પહોંચી ગઈ. ખાસ વાત તો એ છે કે પ્રિયંકા ઘર પહોંચવાની છે આ વિશે નિકને પણ ખબર ન હતી, તેણે નિકને સર્પ્રાઇઝ આપ્યું હતું.

નિકે આ સર્પ્રાઇઝનો એક વીડિયો શૅર કર્યો છે. વીડિયોમાં દેખાય છે કે નિક પોતાના રૂમમાં સૂઇ રહ્યો છે ત્યારે પ્રિયંકા એકાએક ત્યાં પહોંચી જાય છે અને નિકને ગુડ મોર્નિંગ વિશ કરીને જગાડે છે. તેના પછી પ્રિયંકા તેના ઘરના નવા મહેમાન એટલે કે ડૉગી ને નિક સાથે મળાવે છે. ડૉગીને જોઇને નિક ખૂબ જ ખુશ થઈ જાય છે. આ આખા વીડિયોમાં પ્રિયંકાનો ચહેરો તો નથી દેખાતે, પણ તેનો અવાજ સંભળાય છે.




વીડિયો શૅર કરતાં નિકે એક કૅપ્શન પણ લખ્યું જેમાં તેણે પ્રિયંકાને થેન્ક્યુ કહ્યું છે. નિકે લખ્યું, 'ડૉગીને લઈને પ્રિયંકા ચોપડા એક બેસ્ટ સર્પ્રાઇઝ સાથે ઘરે આી. આજે સવારે ઉઠ્યા પછી મારા ચહેરા પરથી સ્માઇલ હટી જ નહીં. પછી મને ખ્યાલ આવ્યો આ શું થઆ રહ્યું છે. થેન્ક્યુ પ્રિયંકા ચોપરા.' નિકની પોસ્ટ પર પ્રિયંકાએ કોમેન્ટ કરી છે, ‘Happy almost anniversary babu ? ur face..hilarious’।


આ પણ વાંચો : અમદાવાદના આર્ટિસ્ટ ક્રિતિકાએ ક્રીએટ કરેલા હૅલોવીન લૂક છે જબરદસ્ત,જોઈને ડરી ન જતા

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા ચોપરા હાલ પોતાની અપકમિંગ ફિલ્મ 'ધ વાઇટ ટાઇગર' (The White Tiger)ની શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ લીડ રોલમાં દેખાશે. આવું પહેલી વાર છે જ્યારે પ્રિયંકા અને રાજકુમાર રાવ કોઇ ફિલ્મમાં સાથે દેખાશે. આ ફિલ્મ સાથે જોડાયેલી હજી ક ખાસ વાત છે અને તે છે, 'ધ વાઇટ ટાઇગર' સિનેમાઘરોમાં નહીં પણ નેટફ્લિક્સ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મને લઇને બન્ને ખૂબ જ એક્સાઇટેડ છે.

Whatsapp-channel Whatsapp-channel

27 November, 2019 01:08 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK