The Sky is Pink: નવું ગીત થયું રિલીઝ, પ્રિયંકાએ ફરહાન સાથે કર્યું લિપલૉક

મુંબઈ ડેસ્ક | Sep 21, 2019, 19:21 IST

આ ફિલ્મનું રોમેન્ટિક ગીત 'દિલ હી તો હૈ' રિલીઝ થયું છે જેમાં પ્રિયંકા ચોપરા ફરહાન અખ્તર સાથે રોમાન્સ કરતી જોવા મળે છે.

પ્રિયંકા ચોપરા સાથે ફરહાન અખ્તર
પ્રિયંકા ચોપરા સાથે ફરહાન અખ્તર

બોલીવુડથી લઇને હોલીવુડ સુધી પોતાની આગવી ઓળખ બનાવી ચૂકેલી પ્રિયંકા ચોપરા ટૂંક સમયમાં જ ફિલ્મ 'ધ સ્કાઇ ઇઝ પિન્ક' સાથે કમબૅક કરવાની છે. આ ફિલ્મનું જબરજસ્ત ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જે ચાહકોને ખૂબ જ ગમ્યું છે. હવે આ ફિલ્મનું રોમેન્ટિક ગીત 'દિલ હી તો હૈ' રિલીઝ થયું છે જેમાં પ્રિયંકા ચોપરા ફરહાન અખ્તર સાથે રોમાન્સ કરતી જોવા મળે છે.

અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ આ વાતની મીહિતી આપતા પોતાના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું છે, "જઝ્બા યા જરૂરત, પ્યાર મેં સબ જાયઝ હે, ક્યોંકિ દિલ હી તો હૈ."

આ ગીતમાં પ્રિયંકા અને ફરહાન દિલ્હીની ગલીઓમાં અને ટેરેસ પર રોમાન્સ કરતાં દેખાય છે. ગીતને પ્રીતમે કમ્પોઝ કર્યું છે, અને સ્વર અરિજીત સિંહ અને અમૃતાએ આપ્યું છે. ગીતના લિરીક્સ ગુલઝારે લખ્યા છે.

આ ગીતમાં ફરહાન અખ્તર એક સીધા સાદા વ્યક્તિ જેવો દેખાય છે તો બીજી તરફ પ્રિયંકા એક મસ્તમિજાજી છોકરી જેવી દેખાય છે. દિલ હી તો હૈ ગીતમાં બન્નેની કેમેસ્ટ્રી ખૂબ જ સરસ જોવા મળે છે.

જણાવીએ કે શોનાલી બોસ દ્વારા નિર્દેશિત ફિલ્મ એક લવ સ્ટોરી હશે, જેને ફરહાન અને પ્રિયંકાની દીકરી ઝાયરા વસીમ સંભળાવવાની છે. ઝાયરા વસીમ આ ફિલ્મમાં એક એવી છોકરીનું પાત્ર ભજવી રહી છે જે એક બીમારીને કારણે હવે આ દુનિયામાં નથી.

આ પણ વાંચો : Happy Birthday Kareena: પ્રેમાળ માતા અને પર્ફેક્ટ પત્ની છે બેબો, જુઓ તસવીરો

તાજેતરમાં જ ટોરોંટો ઇન્ટરનેશનલ ફેસ્ટિવલમાં ફિલ્મ 'સ્કાઇ ઇઝ પિન્ક'નું વર્લ્ડ પ્રીમિયર રાખવામાં આવ્યું. દરમિયાન પ્રિયંકા ચોપરા સહિત ફરહાન અખ્તર અને શોનાલી બોસ પણ હાજર હતા. પોતાની ફિલ્મ જોયા પછી પ્રિયંકા ચોપરા ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. આ ફિલ્મને 11 ઓક્ટોબરના રિલીઝ કરવામાં આવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK