ધ સ્કાઇ ઇઝ પિન્ક ફિલ્મ રિવ્યૂ: જાણો શું કહે છે આર. જે. હર્ષિલ

Updated: Oct 11, 2019, 20:12 IST | મુંબઈ ડેસ્ક

ફિલ્મ એક દમ ઇમોશનલ અને ટચ કરી જાય એવી છે... થોડી સ્લો છે

ધ સ્કાઇ ઇઝ પિન્ક
ધ સ્કાઇ ઇઝ પિન્ક

પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તરની આ ફિલ્મ 11 ઑક્ટોબરના રોજ એટલે કે આજે રિલીઝ થઈ ચૂકી છે ત્યારે પબ્લિક અને સ્ટાર્સના જુદાં જુદાં રિવ્યૂઝ આવી રહ્યા છે એવામાં જાણો આપણા રેડિયો સીટી અમદાવાદના આર.જે.હર્ષિલ આ ફિલ્મ વિશે શું કહે છે.. જોઇએ તેમના જ શબ્દોમાં....

આર જે હર્ષિલનું કહેવું છે કે, "માતા જ્યારે તેનું બાળક બીમાર હોય ત્યારે એક અલગ જ જુસ્સો બની જાય છે. માતાનું આખું યુનિવર્સ તે સમયે તેનું બાળક બની જાય છે. The Sky is Pink જેમાં એવા કપલની વાત છે જેની દીકરીને તેમાંના એક ભાગ્યે જ જોવા મળથી ગીન ના બિમારી ઇમ્યુન ડેફિશિયન્સી થઇ છે. દીકરીને ગુમાવવાનું દુખ માતા માટે અલગ અને પિતા માટે અલગ હોય છે. ફિલ્મ એક દમ ઇમોશનલ અને લોકોને ટચ કરી જાય એવી છે.

ફિલ્મ થોડી સ્લો છે. ફિલ્મ જોયા બાદ તમે પણ પ્રિયંકા ફરહાન અને ઝાયરાના ફેમિલી પાર્ટ બની જશો. પ્રિયંકા ચોપરાનું પર્ફોર્મન્સ ઘણું જ અદભુત છે. એના કેરેક્ટરના દરેક શેડ અહીં આ ફિલ્મમાં જોવા મળશે. મહત્વનું છે કે પ્રિયંકા ચોપરા આ ફિલ્મની પ્રૉડ્યુસર પણ છે. ફરહાન અને પ્રિયંકાની કેમિસ્ટ્રી કાબિલે દાદ છે. ફિલ્મની જે ફેમિલીવાળી ફિલીંગ્સ છે એ બ્યુટિફુલ છે. ઝાયરા વસીમ વન્સ અગેન સ્પોટ ઓન. જો કે ફિલ્મ ઘણી લાંબી થઈ જાય છે એની ટ્રીટમેન્ટના કારણે... ડાયરેક્ટરને કોઇ જ ઉતાવળ નથી. તમારે પણ ધીરજ રાખી ને જોવી પડશે. ધ સ્કાઇ પિન્ક મેહસુસ કરવા જેવી ફિલ્મ છે.

RJ Harshil તરફથી ફિલ્મને 3/5 સ્ટાર્સ

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK