પતિ નિક જોનાસનો હાથ પકડીને આ સુંદર અંદાજમાં દેખાઇ પ્રિયંકા ચોપડા, જુઓ તસવીરો

Published: Jan 07, 2020, 19:20 IST | Mumbai Desk

તાજેતરમાં જ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસને તેમની ડિનર ડેટ પહેલા સ્પૉટ કરવામાં આવ્યા, જ્યાં બન્ને એકબીજાનો હાથ પકડીને ખૂબ જ સુંદર દેખાતાં હતાં.

બોલીવુડથી લઈને હોલીવુડમાં પણ પોતાની ઓળખ બનાવી ચૂકેલી પ્રિયંકા ચોપડા ઘમીવાર પોતાની સ્ટાઇલ અને લાઇફસ્ટાઇલને કારણે ચર્ચામાં છવાયેલી રહે છે. તાજેતરમાં જ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસને તેમની ડિનર ડેટ પહેલા સ્પૉટ કરવામાં આવ્યા, જ્યાં બન્ને એકબીજાનો હાથ પકડીને ખૂબ જ સુંદર દેખાતાં હતાં.

પ્રિયંકા ચોપડા ગયા રવિવારે 5 જાન્યુઆરીના 77માં ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ્સમાં પતિ નિક જોનાસ સાથે પહોંચી હતી. આ વર્ષે ગોલ્ડન એવૉર્ડ્સ અમેરિકાના બેબેર્લે હિલ્ટન હોટમમાં આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રિયંકા કાળા કલરની ડ્રેસ પહેરીને પહોંચી હતી.

ધ સ્કાઇ ઇઝ પિન્ક એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાનો ડ્રેસ ખૂબ જ સ્ટાઇલિશ અને બૉલ્ડ હતો. તેણે કાળા કલરની હાફ સ્લીવ્સ બૉડી ફિટેડ ડ્રેસ પહેરી હતી, જે અડધી નેટના ફેબ્રિકની હતી. પ્રિયંકાએ બ્લેક ડ્રેસની સાથે બ્લેક હિલ્સ પૅર કરી હતી. પ્રિયંકાના આ લૂકમાં તેનો બૅગ ખૂબ જ કોન્ટ્રાસ્ટ અને હટકે દેખાયો. પ્રિયંકાના હાથમાં દેખાઇ રહેલી બ્લૂ Bvlgari બેગની કિંમત એક બે નહીં પણ પૂરા પાંચ લાખ રૂપિયા છે.

Priyanka Chopra nick Jonas

નિક જોનાસના આઉટફિટની વાત કરીએ તો, નિકે પ્રિયંકાના લૂક સાથે મેચ કરતાં સફેદ શર્ટ સાથે બ્લેક સૂટ પહેર્યો હતો. નિક જોનાસનો ફોર્મલ લૂક ઘણો હટકે દેખાતો હતો.

બન્નેએ અવૉર્ડ ફંક્શનની રાતે આફ્ટર પાર્ટીમાં જવાને બદલે ડિનર ડેટ પર જવાનો નિર્ણય કર્યો હતો.બન્નેને રસ્તામાં જ મીડિયા દ્વારા સ્પૉટ કરવામાં આવ્યા હતા, જ્યાં બન્ને કેમેરાને ઇગ્નોર કરતાં દેખાયા.

આ પહેલા પણ પ્રિયંકા અને નિકની ગોલ્ડન ગ્લોબ અવૉર્ડની કેટલીક તસવીરો સામે આવી હતી, જેમાં પ્રિયંકાએ ગુલાબી રંગની ઑફ શૉલ્ડર બૉડી ફિટેડ સુંદર ગાઉન અને નિકે તે જ સૂટ પહેર્યું છે.

આ પણ વાંચો : બિપાશા બાસુએ આ રીતે સાબિત કર્યું કે તે પણ છે એક ફેમિલી ગર્લ

જણાવીએ કે લગ્નના ત્રણ વર્ષ બાદ પ્રિયંકા ચોપડાએ વર્ષ 2019માં આવેલી ફિલ્મ ધ સ્કાઇ ઇઝ પિન્ક દ્વારા પોતાનું બોલીવુડ કમબૅક કર્યું છે. ત્યાર બાદ પ્રિયંકા ટૂંક સમયમાં જ ફિલ્મ ધ વાઇટ ટાઇગરમાં દેખાવાની છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK