પ્રિયંકા ચોપરા પોતાના પાલતુ શ્વાન સાથે ન્યૂયૉર્કના ઇવેન્ટમાં પહોંચી, થયું આવું

Published: Oct 09, 2019, 17:01 IST | મુંબઈ ડેસ્ક

આ વખતે તેની તસવીરો વાયરલ થવાનું કારણ તેનો લૂક અને તેની સાથે તેનો પાળેલો કૂતરો છે.

પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરા

બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાની કેટલીય તસવીરો ન્યૂયૉર્કમાંથી આવતી હોય છે. તાજેતરમાં જ પોતાના ફેશન સ્ટાઇલને લઇને ચર્ચામાં રહેનારી પ્રિયંકા ફરીથી ન્યૂયૉર્કમાં જોવા મળી. આ વખતે તેની તસવીરો વાયરલ થવાનું કારણ તેનો લૂક અને તેની સાથે તેનો પાળેલો કૂતરો છે. હકીકતે, પ્રિયંકા ચોપરા એક કાર્યક્રમમાં સામેલ થવા પહોંચી હતી, જ્યાં તેની સાથે તેનો ડાયના પણ હતો.

દરમિયાન પ્રિયંકાએ પહેલા કૂતરાને ખોળામાં લીધો હતો પણ તેના પછી તે તેને વૉક કરાવતી જોવા મળી. જણાવીએ કે પ્રિયંકાનો પાળેલો કૂતરો પણ ખૂબ જ ફેમસ છે. એટલું જ નહીં કૂતરાનું ઇન્સ્ટાગ્રામ પણ અકાઉન્ટ પણ છે, જેના લાખો ફોલોવર્સ છે. ઘણીવાર પોતાના કપડાંને કારણે ચર્ચામાં આવેલો આ કૂતરો પ્રિયંકાને ખૂબ જ ગમે છે અને પ્રિયંકા ચોપરા ઘણીવાર આની સાથે સ્પૉટ થઈ છે.

 
 
 
View this post on Instagram

Priyanka Chopra Jonas is seen walking her dog in soho on October 8, 2019! @priyankachopra ♥️

A post shared by Priyanka Chopra Online (@priyankaonline) onOct 8, 2019 at 7:15am PDT

દરમિયાન પ્રિયંકા ચોપરાએ વાઈટ મિડી ડ્રેસ પહેર્યું હતું, જેના પર ગુલાબી ફૂલ બનેલા હતા. આ ડ્રેસમાં પ્રિયંકા ચોપરા ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. હવે પ્રિયંકા ચોપરાની તેના ડૉગી સાથેની તસવીરને પણ ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. તસવીરો પરથી લાગે છે કે પ્રિયંકાને ડાયનાને સાચવવું ખૂબ જ મુશ્કેલીભર્યું થઈ રહ્યું હતું અને તેની માટે અભિનેત્રીને ખૂબ જ મહેનત કરવી પડી.

આ પણ વાંચો : શું તમને ખબર છે આ ગુજરાતીઓ રહી ચુક્યા છે 'બિગ બૉસ'ના ઘરમાં!

પ્રિયંકા ચોપરાના વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી ફિલ્મ ધ સ્કાઇ ઇઝ પિન્કમાં ફરહાન અખ્તર સાથે દેખાવાની છે. આ અઠવાડિયે 11 ઑક્ટોબરના રિલીઝ થનારી આ ફિલ્મના પ્રમોશન માટે પ્રિયંકા ચોપરા છેલ્લા કેટલાક દિવસથી વ્યસ્ત હતી અને ભારતમાં તેનો પ્રચાર કરી રહી હતી. હવે પ્રિયંકા ફરી ન્યૂયૉર્ક ગઈ છે, જ્યાંથી તેની તસવીરો સામે આવી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK