ધ સ્કાઇ ઇઝ પિન્કનું પ્રમોશન કરવા મુંબઇ પહોંચી પ્રિયંકા, આવો છે એરપોર્ટ લૂક...

Published: Sep 20, 2019, 20:42 IST | મુંબઈ ડેસ્ક

ન્યૂયોર્કમાં શિફ્ટ થયેલી પ્રિયંકા ચોપરા શું પોતાની ફિલ્મનું પ્રમોશન કરવા મુંબઇ આવશે?

પ્રિયંકા ચોપરાનો એરપોર્ટ લૂક છે મનમોહક
પ્રિયંકા ચોપરાનો એરપોર્ટ લૂક છે મનમોહક

બોલીવુડની દેસી ગર્લ પ્રિયંકા ચોપરા હાલ પોતાની અપકમિંગ ફિલ્મ ધ સ્કાઇ ઇઝ પિન્કના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ તે ફિલ્મનું પ્રમોશન કરવા ટોરંટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ગઈ હતી. અહીં તેની ફિલ્મનું પ્રીમિયર પણ રાખવામાં આવ્યું હતું, જે ખૂબ જ સારું રહ્યું. હવે પ્રિયંકા પોતાની ફિલ્મનું પ્રમોશન કરવા મુંબઇ આવી છે. ચાહકોના મગજમાં એ પ્રશ્ન હતો કે ન્યૂયોર્કમાં શિફ્ટ થયેલી પ્રિયંકા ચોપરા શું પોતાની ફિલ્મનું પ્રમોશન કરવા મુંબઇ આવશે? તો પ્રિયંકાએ પોતાના ચાહકોનું પૂરું ધ્યાન રાખ્યું છે અને તે મુંબઇ આવી ગઈ છે.

 
 
 
View this post on Instagram

She had mentioned in her live chat she would be back soon. Here she is #airportdiaries #viralbhayani #priyankachopra @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) onSep 20, 2019 at 2:52am PDT

એરપોર્ટ પરથી નીકળતી વખતે તેની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં અભિનેત્રી એકદમ કૂલ દેખાય છે. તેણે વાઇટ કલરનું પ્રિન્ટેડ ટૉપ અને શૉર્ટ્સ પહેર્યા છે. સાથે જ તેણે બ્લેક કલરના શૂઝ વેર કર્યા છે. આ આખા ગેટઅપમાં પ્રિયંકા કૉન્ફીડેન્ટ અને સ્ટાઇલિશ દેખાય છે. તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો : બોલીવુડમાં જોવા મળતો પિતા-પુત્રીનો પ્રેમ

જણાવીએ કે આ ફિલ્મમાં પ્રિયંકા સાથે ફરહાન અખ્તર, ઝાયરા વસીમ અને રોહિત સુરેશ પણ મુખ્ય ભૂમિકામાં છે. ફરહાન ફિલ્મમાં પ્રિયંકાના પતિનું પાત્ર ભજવે છે, જ્યારે ઝાયરા અને રોહિત તેના બાળકોનો. આ ફિલ્મ સાથે પ્રિયંકા ઘણાં સમય પછી બોલીવુડમાં કમબૅક કરી રહી છે. આ જ કારણ છે કે ટ્રેલર રિલીઝ થયા પછી બધા આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK