ઍમેઝૉન સાથે મલ્ટિ-મિલ્યન ડૉલરની ડીલ સાઇન કરી પ્રિયંકા ચોપડાએ

Published: Jul 02, 2020, 20:52 IST | Agencies | Mumbai Desk

પ્રિયંકાએ કહ્યું હતું કે ‘હું જ્યારે ૧૩ વર્ષની હતી ત્યારે ટીવી જોઈને મને નહોતું લાગતું કે કંઈ મિસિંગ છે,

પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપડા જોનસે હાલમાં જ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો સાથે મલ્ટિ-મિલ્યન ડૉલરની ડીલ સાઇન કરી છે. આ ડીલ બે વર્ષ માટેની છે. આ વિશે પ્રિયંકાએ કહ્યું હતું કે ‘હું જ્યારે ૧૩ વર્ષની હતી ત્યારે ટીવી જોઈને મને નહોતું લાગતું કે કંઈ મિસિંગ છે, પરંતુ હું જ્યારે હાલમાં આટલી મોટી થઈ છું ત્યારે વિચારું છું કે હું હાઈ સ્કૂલમાં વધુ કૉન્ફિડન્ટ હોત અને મારાથી અલગ દેખાતા લોકોથી હું ડરતી ન હોત તો કંઈક અલગ હોત. હું વિચારું છું કે એ સમયે હું માથું નીચું કરીને ન ચાલી હોત અને એક યુનિકૉર્નની જેમ હૉલમાં ચાલી હોત જેને લોકો જોયા કરે તો કેવું હોત? મને લાગે છે કે એવું થયું હોત તો મારો હાઈ સ્કૂલનો અનુભવ કદાચ અલગ હોત. મને લાગે છે કે અલગ જ હોત.’
ઍમેઝૉન સાથેની ડીલ વિશે વાત કરતાં પ્રિયંકાએ કહ્યું હતું કે ‘મારે ફીમેલ સ્ટોરી લોકો સમક્ષ રજૂ કરવી છે. મારે દુનિયાભરના ક્રીએટર્સ સાથે કામ કરીને ક્રૉસ-પોલિનેશન સ્ટોરીટેલિંગ કરવું છે. આ માટે ઍમેઝૉન ખૂબ જ ગ્રેટ પાર્ટનર છે, કારણ કે એ એક ગ્લોબલ પ્લૅટફૉર્મ છે. મારી ઍમેઝૉન ટેલિવિઝન ડીલ એક ગ્લોબલ ડીલ છે એથી હું હિન્દી ભાષા અથવા તો અંગ્રેજી ભાષા મને જેમાં ઇચ્છા હોય એ ભાષામાં હું બનાવી શકું છું.’
આ સિવાય પણ પ્રિયંકા ઍમેઝૉન સાથે અન્ય બે પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. તેનો પહેલો પ્રોજેક્ટ ‘સંગીત’ છે જેમાં પ્રી-વેડિંગ સેરેમનીનો અનસ્ક્રિપ્ટેડ પ્રોગ્રામ હશે. આ શોને તે તેના પતિ નિક જોનસ સાથે મળીને પ્રોડ્યુસ કરી રહી છે. આ સાથે જ તે જો રુસો સાથે ‘સિટાડેલ’માં પણ કામ કરી રહી છે.

હૉલીવુડમાં એન્ટ્રી કરવા મારે મારા સ્વમાનને નેવે મૂકવું પડ્યું હતું : પ્રિયંકા

પ્રિયંકા ચોપડા જોનસનું કહેવું છે કે અમેરિકામાં કરીઅર બનાવવા માટે સૌથી પહેલાં તેણે તેના સ્વમાનને સાઇડ પર મૂકવું પડ્યું હતું. બૉલીવુડમાં પોતાની ઓળખ બનાવ્યા બાદ પ્રિયંકાએ લગભગ આઠ વર્ષ પહેલાં અમેરિકામાં તેની કરીઅરની શરૂઆત કરી હતી. તેણે સૌથી પહેલાં ડિઝનીની ઍનિમેટેડ ‘પ્લેન્સ’માં અવાજ આપ્યો હતો. ત્યાર બાદ તેણે 2015માં ‘ક્વૉન્ટિકો’ સિરિયલ દ્વારા ડેબ્યુ કર્યું હતું. આ વિશે પ્રિયંકાએ કહ્યું હતું કે ‘મને જ્યારે અમેરિકા આવી પોતાને રેપ્રેઝન્ટ કરવાની તક મળી ત્યારે મારે સૌથી પ્રથમ પોતાના સ્વમાનને નેવે મૂકવું પડ્યું હતું. મારે લોકોને કહેવું પડ્યું હતું કે હું કોણ છું અને શું કરવા માગું છું. અમેરિકન ફિલ્મોમાં ઇરફાન ખાન, તબુ, અનુપમ ખેર અને અમિતાભ બચ્ચન જેવા ઘણા ઉત્તમ ઇન્ડિયન ઍક્ટર્સે કામ કર્યું હતું. તેમ જ ઇન્ડિયન-અમેરિકન મિન્ડી કોલિંગ અને અઝીઝ અન્સારીએ પણ પોતાની ઓળખ બનાવી હતી. જોકે એવું કોઈ પણ ઉદાહરણ નહોતું કે અમેરિકાના કલ્ચરમાં ઇન્ડિયન માઇગ્રન્ટે આવીને ગ્લોબલ એન્ટરટેઇનમેન્ટમાં પોતાનું સ્થાન બનાવ્યું હોય.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK