Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જોઈ લો ધ વાઇટ ટાઇગરની પિન્કી મૅડમને

જોઈ લો ધ વાઇટ ટાઇગરની પિન્કી મૅડમને

17 October, 2020 07:53 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોઈ લો ધ વાઇટ ટાઇગરની પિન્કી મૅડમને

જોઈ લો ધ વાઇટ ટાઇગરની પિન્કી મૅડમને

જોઈ લો ધ વાઇટ ટાઇગરની પિન્કી મૅડમને


પ્રિયંકા ચોપડા જોનસે તેની આગામી ફિલ્મ ‘ધ વાઇટ ટાઇગર’નું પોતાનું પિન્કી મૅડમનો લુક શૅર કર્યો છે. ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ પણ જોવા મળશે. આ ફિલ્મ અરવિંદ અડીગાની બુક પરથી બનાવવામાં આવી છે. ફિલ્મને રમીન બહરાનીએ ડિરેક્ટ કરી છે. પ્રિયંકા ફિલ્મની કો-પ્રોડ્યુસર પણ છે. ફિલ્મ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. પોતાનો લુક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી કે ‘હું ફિલ્મ ‘ધ વાઇટ ટાઇગર’માં પિન્કી મૅડમનું પાત્ર ભજવી રહી છું, જે અમેરિકા જનારી તેની પેઢીની પહેલી વ્યક્તિ છે. તે ભારતમાં તેના હસબન્ડ સાથે રહે છે, જે બિઝનેસ માટે ટ્રાવેલિંગ કરે છે. બાદમાં તેમની લાઇફ બદલાઈ જાય છે. પિન્કી મૅડમ એક ખાસ કૅરૅક્ટર છે. એને ભજવવું અને એની સ્ટોરી દેખાડવામાં અલગ જ ખુશી છે. આ એક એવી સ્ટોરી છે જેને લોકો સુધી પહોંચાડવી પણ જરૂરી છે. એ પાત્ર જીવંત બની જાય છે. દમદાર રીતે એ પાત્રને રચીને રજૂ કર્યું છે. ‘ધ વાઇટ ટાઇગર’ ટૂંક સમયમાં જ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.’


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2020 07:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK