જિમની મશીન છોડીને આ બાળકી સાથે એક્સરસાઇઝ કરે છે પ્રિયંકા, જુઓ વીડિયો

Published: May 03, 2020, 17:14 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

હાલ જિમ, યોગા સેન્ટર બંધ હોવાથી સેલેબ્સ ઘરે જ વર્કઆઉટ કરીને પોતાને ફિટ રાખવાનો પ્રયત્ન કરે છે

પ્રિયંકા ચોપડાનો કસરત કરતો વીડિયો વાયરલ
પ્રિયંકા ચોપડાનો કસરત કરતો વીડિયો વાયરલ

અભિનેત્રી પ્રિયંરા ચોપડા અત્યારે કૅલિફૉર્નિયામાં છે અને ત્યાં પણ અબિનેત્રી ઘરે જ ક્વૉરંટાઇન છે. હાલ જિમ, યોગા સેન્ટર બંધ હોવાથી સેલેબ્સ ઘરે જ વર્કઆઉટ કરીને પોતાને ફિટ રાખવાનો પ્રયત્ન કરે છે. કેટલાક ઘરે બનાવેલી મિની જિમમાં વર્કઆઉટ કરે છે તો કોઇક યોગ વગેરેનો સહારો લે છે. પણ પ્રિયંકા ચોપડાએ તો એક અનોખી રીત શોધી છે અને મશીમ વગર વર્કઆઉટ કરી રહી છે.

પ્રિયંકા ચોપડાએ એક વીડિયો શૅર કરીને જણાવ્યું છે કે તે કેવી રીતે હવે વર્કઆઉટ કરી રહી છે. જે વીડિયો શૅર કર્યો છે, તેમાં દેખાય છે કે તે એક સોફા પર છે અને તેણે સોફાની બીજી તરફ એક બાળકીને હાથમાં લઇને પોતાનું વર્કઆઉટ કરી રહી છે અને મશીન વગર જ એક્સરસાઇઝ કરે છે.

 
 
 
View this post on Instagram

No gym, no problem. @sky.krishna @divya_jyoti

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) onMay 2, 2020 at 12:05pm PDT

વીડિયો શૅર કરતા પ્રિયંકા ચોપડાએ કૅપ્શનમાં લખ્યું છે કે, નો જિમ, નો પ્રૉબ્લેમ. ખાસ વાત એ છે કે વીડિયોમાં દેખાતી બાળકી કોઇપણ મુશ્કેલી વગર ખુશીથી પ્રિયંકાને વર્કઆઉટમાં મદદ કરી રહી છે. જણાવવાનું કે આ બાળકીનું નામ કૃષ્ણા સ્કાઇ છે, જે દિવ્યા જ્યોતિની દીકરી છે. દિવ્યા જ્યોતિ એક આર્ટિસ્ટ છે. હવે આ વીડિયો ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે અને થોડાંક જ કલાકમાં 33 લાખથી વધુ વાર આ વીડિયો જોવાઇ ચૂક્યો છે.

સાથે જ લોકો વીડિયો પર પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. આ પહેલા પ્રિયંકા ચોપડાએ ઇરફાન ખાન અને ઋષિ કપૂરના નિધન પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું અને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર તેમની સાથેની તસવીર પણ શૅર કરી હતી. સાથે જ પ્રિયંકા હાલ કોરોના વાયરસ પ્રત્યે જાગૃકતા વધારવામાં પણ એક્ટિવ છે અને પોતાના વીડિયો શૅર કરતી રહે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK