Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બાથરૉબમાં પ્રિયંકાનો ચોપડાનો અવનવો લૂક, આ રીતે કરે છે ડાન્સ

બાથરૉબમાં પ્રિયંકાનો ચોપડાનો અવનવો લૂક, આ રીતે કરે છે ડાન્સ

16 May, 2020 08:28 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બાથરૉબમાં પ્રિયંકાનો ચોપડાનો અવનવો લૂક, આ રીતે કરે છે ડાન્સ

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા


પ્રિયંકા ચોપડા ઘણીવાર પોતાના લૂકને લઈને ચર્ચાઓમાં છવાયેલી રહે છે. ફેશન આઇકૉન પ્રિયંકા એવી અભિનેત્રી છે, જેને ફેશન બાબતે ઘણાં લોકો ફૉલો કરે છે અને જેવી રીતે તે ફૅશન કૅરી કરે છે, તે દરેક વ્યક્તિની કૅપેસિટી નથી. અભિનેત્રીએ વધુ એક વીડિયો શૅર કર્યો છે, જેમાં તે ડાન્સ કરતી દેખાય છે. આ ડાન્સમાં પ્રિયંકાની હૅર સ્ટાઇલ ખૂબ જ સ્પેશિયલ છે અને બાથરૉબમાં ડાન્સ કરતી જોવા મળ છે.

પ્રિંયકા ચોપડાએ પોતે આ વીડિયો શૅર કર્યો છે. માનવામાં આવે છે કે આ વીડિયો પ્રિયંકા ચોપડાના કોઇક શૂટ પહેલાનો છે. ચર્ચાઓ એ પણ છે કે પ્રિયંકા કોઇક મેગઝીનના ફોટોશૂટ માટે તૈયાર થઈ રહી છે અને આ દરમિયાન જ તે મસ્તી કરતી દેખાય છે. આ વીડિયો સાથે તેણે પોતાના મેકઅપ, અને હૅર સ્ટાઇલિસ્ટને પણ ટેગ કર્યા છે. આ વીડિયોમાં તેની હૅર સ્ટાઇલની પણ ઘણી ચર્ચા થઈ રહી છે.




ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પ્રિયંકા ચોપડા ઘણાં સમય પછી ઘરેથી નીકળી હતી, તે ત્યારે પણ તેણે પોતાનો અનુભવ શૅર કર્યો હતો. આ સિવાય પ્રિયંકા પોતાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટને કારણે સતત ચર્ચામાં રહે છે. પ્રિયંકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શૅર કરીને જણાવ્યું કે તે લગભગ 2 મહિનાથી બહાર નથી નીકળી. પણ હવે તે બે મહિના બાદ બહાર નીકળી છે. પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર જે તસવીર શૅર કરી છે તેમાં તેણે માસ્ક પહેરી રાખ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

16 May, 2020 08:28 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK