આ શું થયું પ્રિયંકા ચોપરાને, જાણો કેમ બેન્ડેજ લગાડીને ફરતી જોવા મળી

Published: Aug 09, 2019, 15:56 IST | મુંબઈ ડેસ્ક

બોલીવુડની દેસી ગર્લ પ્રિયંકા ચોપરાને ફરી દુઃખાવો થઈ રહ્યો હોવાની શક્યતા છે કારણ તે તસવીરમાં ઘૂંટણ પર બેન્ડેજ લગાડીને ફરતી જોવા મળી.

પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરા

બોલીવુડની દેસી ગર્લ પ્રિયંકા ચોપરા હવે ગ્લોબલ સ્ટાર બની ગઈ છે. ઘણાં સમયથી પ્રિયંકા હિન્દી ફિલ્મોમાં જોવા મળી નથી પણ તે અમેરિકન ટી.વી શો અને ફિલ્મોમાં કામ કર રહી છે. ગયા વર્ષે અમેરિકન સિંગર નિક જોનાસની પોતાના જીવનસાથી તરીકે પસંદગી કરી અને હવે તે ત્યાં જ રહે છે. કેટલાક અઠવાડિયા પહેલા ખબર એ હતી કે પ્રિયંકા ઘૂંટણના દુઃખાવાથી પીડિત છે. હવે ફરી એકવાર પ્રિયંકા બેન્ડેજ લગાડીને જતી જોવા મળી. તસવીરો જોઇને સ્પષ્ટ દેખાય છે કે તેને દુઃખાવાથી છૂટકારો મળ્યો નથી.

 
 
 
View this post on Instagram

Everyone leaving Miami #priyankachopra #nickjonas #jonasbrothers

A post shared by Priyanka-Chopra.us (@priyankacentral) onAug 8, 2019 at 8:26am PDT

પ્રિયંકા ચોપરા તાજેતરમાં જ પતિ નિક જોનાસ સાથે મિયામી એરપોર્ટ પર જોવા મળી હતી. દરમિયાન પરિવારના લોકો પણ સાથે હાજર હતા. પ્રિયંકા બ્લેક શોર્ટ્સ સાથે વાઇટ કલરની શર્ટમાં જોવા મળી. સાથે તેણે કાળા ચશ્માં પણ કૅરી કર્યા હતા. તેમની સાથે પપી ડિયાના પણ હતો. તસવીરોમાં પ્રિયંકાના ઘૂંટણે ની કેપ દેખાય છે. જણાવીએ કે પ્રિયંકા જોનાસ બ્રધર્સના શો પછી જોવા મળી. જોનાસ પરિવાર પોતાના પ્લેનથી જ ટ્રાવેલ કરે છે.

ઘરને લઈને છે ચર્ચામાં
નિક અને પ્રિયંકા Beverly Hillsમાં આવેલો પોતાનો બંગલો વેચી દીધો છે અને હવે તે નવા ઘરની શોધમાં છે. નિકે આ ઘર એપ્રિલ, 2018માં ખરીદ્યું હતું. નિક - પ્રિયંકાના લૉસ એન્જેલિસમાં આવેલા ઘરમાં 5 બેડરૂમ હતા અને સાથે ઘરમાં એક મોટું પૂલ છે. તેમના ઘરમાંથી સુંદર દ્રશ્યો પણ દેખાય છે. નિકે આ ઘર 6.5 મિલિયન ડૉલરમાં ખરીદ્યું હતું જેને તેમણે 6.9 મિલિયન ડૉલર એટલે કે લગભગ 48.92 કરોડ રૂપિયામાં વેચી દીધું. એક વેબસાઇટ પ્રમાણે બન્ને હવે મોટા ઘરની શોધમાં છે. જેની માટે તેમનું બજેટ 20 મિલિયન ડૉલર એટલે કે 141.83 કરોડ રૂપિયા છે. બન્ને ઇચ્છે છે કે નવું ઘર Beverly Hills અથવા Bel Airમાં હોય. જણાવીએ કે બન્નેની કુલ સંપત્તિ લગભગ 53 મિલિયન ડૉલર એટલે કે 375.85 કરોડ રૂપિયા છે.

આ પણ વાંચો : પ્રેગ્નેન્સીના 33માં અઠવાડિયે એમી જેક્સને કરાવ્યું ફોટોશૂટ, જુઓ તસવીરો

સ્કાય ઇઝ પિન્કમાં દેખાશે પ્રિયંકા
પ્રિયંકા છેલ્લે પ્રકાશ ઝાની ફિલ્મ જય ગંગાજલમાં દેખાઇ હતી. હવે તે નિર્દેશક શોનાલી બોઝની ફિલ્મ સ્કાય ઇઝ પિન્કમાં દેખાશે. આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. ફિલ્મમાં ફરહાન અખ્તર અને તાજેતરમાં જ બોલીવુડના અલવિદા કહેનારી ઝાયરા વસીમ પણ દેખાશે. ફિલ્મ મોટિવેશનલ સ્પીકર આયેશા ચૌધરીની સ્ટોરી છે જેમનું વર્ષ 2015માં નિધન થઈ ગયું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK