Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લગ્ન બાદ પ્રિયંકા ચોપરાને સમજાયું, બોલી, ‘પતિ અને BFમાં હોય છે ફરક’

લગ્ન બાદ પ્રિયંકા ચોપરાને સમજાયું, બોલી, ‘પતિ અને BFમાં હોય છે ફરક’

04 July, 2019 02:30 PM IST | મુંબઈ ડેસ્ક

લગ્ન બાદ પ્રિયંકા ચોપરાને સમજાયું, બોલી, ‘પતિ અને BFમાં હોય છે ફરક’

પ્રિયંકા ચોપરા સાથે નિક જોનાસ, (ફાઇલ ફોટો)

પ્રિયંકા ચોપરા સાથે નિક જોનાસ, (ફાઇલ ફોટો)


બોલીવુડથી હોલીવુડ સુધી પોતાની એક આગવી ઓળખ બનાવનારી બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્નને લગભગ સાત મહિના થઈ ગયા છે. વર્ષ 2018માં એક ડિસેમ્બરે બન્નેએ લગ્ન કર્યા હતા. લગ્ન પછી બન્ને કેટલા ખુશ છે, તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી જોવા મળે છે. પ્રિયંકા નિક જોનાસના પરિવારમાં ભળી ગઈ છે.

તાજેતરમાં જ નિક જોનાસના મોટાભાઈ જો જોનાસના અને સોફી ટર્નરના લગ્નમાં પ્રિયંકા ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. આ બધી ભાવનાઓ પ્રિયંકા માટે તો જુદી જ હશે. એક મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં પ્રિયંકાઓ લગ્ન પછી જીવનમાં આવેલા પરિવર્તનો પર કહ્યું પતિ અને બૉયફ્રેન્ડ બન્ને ખૂબ જ અલગ અલગ છે. જ્યારે તમે સોગંધ લઈ લો છો તો લાગે છે કે તે વ્યક્તિ મારો પરિવાર છે અને આ પરિવારની પસંદગી મેં પોતે કરી છે. તેમના પ્રત્યે જવાબદારી બને છે. સુરક્ષાનો પણ અનુભવ થાય છે.



પ્રિયંકાએ પોતાના લગ્નને યાદ કરતાં કહ્યું કે, "તે ખૂબ જ અસામાન્ય સમય હતો. મેં અને નિકે ઑક્ટોબરમાં લગ્નની જગ્યા નક્કી કરી અને ડિસેમ્બરમાં લગ્ન કરી લીધા. અમારી પાસે લગ્ન માટે ફક્ત દોઢ મહિનાનો જ સમય હતો. તે સમય મારી માટે ખૂબ જ અલગ હતો. હું માનું છું કે લગ્ન એક જ વાર થાય છે અને એવામાં તે અનુભવ એકદમ યોગ્ય હતો."


આ પણ વાંચો : મૅગેઝિનના કવર પર છવાઈ પ્રિયંકા, ફોટોમાં લાગી રહી છે બહુ જ ગ્લેમરસ

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પ્રિયંકાએ એક ફૅશન મૅગેઝિન Elle UKના કવર પેજ માટે ફોટોશૂટ કરાવ્યું છે. પ્રિયંકાએ આ ફોટોશૂટના દરેક ફોટોમાં એક અલગ ડ્રેસ પહેરી છે. એક ફોટોમાં પ્રિયંકા બ્લેક એન્ડ પિન્ક કલરના ડ્રેસમાં નજર આવી રહી છે. બાકી અન્ય ફોટોમાં પ્રિયંકા યેલો, સ્કાઈ બ્લૂ, ઓરેન્જ કલરની ડ્રેસમાં નજર આવી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

04 July, 2019 02:30 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK