યુનિસેફની ગુડવિલ ઍમ્બૅસૅડર બનવું મારા માટે બહુ સન્માનની વાત છે : પ્રિયંકા ચોપડા જોનસ

Published: Dec 06, 2019, 09:50 IST | New York

પ્રિયંકાએ કરેલા સમાજસેવાના કામ માટે હાલમાં જ ન્યુ યૉર્કમાં UNICEF સ્નોફ્લેક બૉલ ઇવેન્ટમાં ડૅની કાયે હ્યુમેનિટેરિયન અવૉર્ડથી તેને સન્માનિત કરવામાં આવી હતી

પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપડા જોનસ માટે ધ યુનાઇટેડ નૅશન્સ ચિલ્ડ્રન્સ ફન્ડ (UNICEF)ની ગુડવિલ ઍમ્બૅસૅડર બનવું એ સન્માનની વાત છે. પ્રિયંકાએ કરેલા સમાજસેવાના કામ માટે હાલમાં જ ન્યુ યૉર્કમાં UNICEF સ્નોફ્લેક બૉલ ઇવેન્ટમાં ડૅની કાયે હ્યુમેનિટેરિયન અવૉર્ડથી તેને સન્માનિત કરવામાં આવી હતી. તે યુનિસેફ સાથે મળીને બાળકોના અધિકાર માટે સક્રિયરૂપે કાર્યરત છે. એ ઇવેન્ટનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી કે ‘UNICEF માટે થાક્યા વગર અને દૃઢતાથી પોતાની ફરજ બજાવતા લોકોના કામને જોઈને તેમના પ્રતિ ખૂબ આદર છે. આ જર્નીમાં મને સામેલ કરવા માટે થૅન્ક યુ. UNICEFની ગુડવિલ ઍમ્બૅસૅડર બનવું મારા માટે સન્માનની બાબત છે.’

IMDBના ૨૦૧૯ના લિસ્ટમાં પ્રિયંકા ટૉપ પર

પ્રિયંકા ચોપડા જોનસને ધ ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ (IMDB)ની ઇન્ડિયન સિનેમા અને ટેલિવિઝન સિરીઝના ૨૦૧૯ના લિસ્ટમાં નંબર વનની પોઝિશન મળી છે. IMDBએ હાલમાં જ ટૉપના દસ ભારતીય કલાકારોનું લિસ્ટ બહાર પાડ્યું છે. દિશા પટણી બીજા સ્થાને, હૃતિક રોશન ત્રીજા પર, ચોથા સ્થાન પર કિયારા અડવાણી, પાંચમા સ્થાને અક્ષયકુમાર, સલમાન ખાન છઠ્ઠા પર, આલિયા ભટ્ટ સાતમા સ્થાને, આઠમું સ્થાન કૅટરિના કૈફને, નવમા સ્થાને રકુલ પ્રીત સિંહ અને દસમા સ્થાને સોભિતા ધુલીપાલા છે. IMDBProSTARmeter રૅન્કિંગના આધારે લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. એક મહિનાની અંદર જેનું પેજ બસો મિલ્યનથી વધુ વખત વિઝિટર્સે જોયું હોય એના આધારે આ લિસ્ટમાં કલાકારોને સ્થાન આપવામાં આવ્યું છે.

આ પણ જુઓઃ સાદગી અને સુંદરતાનો પર્યાય છે Dia Mirza, આ તસવીરો છે પુરાવો

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK