પર્યાવરણને બચાવવા એક જ ડ્રેસ બે વખત પહેરવા પ્રિયંકાની હિમાયત

Published: 31st October, 2012 05:32 IST

અત્યારે દરેક વ્યક્તિ પર્યાવરણને બચાવવા પોતાનાથી બનતા તમામ પ્રયાસ કરી રહી છે ત્યારે હંમેશાં નવા પરિધાનમાં જ જોવા મળતી પ્રિયંકાએ પર્યાવરણના સંવર્ધન માટે એક જ ડ્રેસ બે વખત પહેરવાના વલણની હિમાયત કરી છે.

આ વિશે વાત કરતાં પ્રિયંકાની નજીકની એક વ્યક્તિ કહે છે, ‘બૉલીવુડની અનેક સેલિબ્રિટી દિવસમાં અનેક વાર કપડાં બદલવા માટે જાણીતી છે. પ્રિયંકા અને તેની સ્ટાઇલિસ્ટ અમી પટેલ સોશ્યલ મિડિયા પ્લૅટફૉર્મ પર એક ખાસ કૅમ્પેન ચલાવવા માગે છે અને સંદેશ આપવા માગે છે કે પર્યાવરણના સંવર્ધન માટે એક જ ડ્રેસ બે વખત પહેરવામાં કાંઈ ખોટું નથી. પ્રિયંકાને આ આદત ઇકો-ફ્રેન્ડ્લી લાગે છે. તેને લાગે છે કે કારણ વગર વધુ ને વધુ કપડાંનું ઉત્પાદન કરતા રહેવાનું યોગ્ય નથી.’

પ્રિયંકાની નજીકની એક વ્યક્તિ કહે છે, ‘આ કૅમ્પેન દ્વારા પ્રિયંકા તેના ચાહકોને સંદેશ આપવા માગે છે. પ્રિયંકા માને છે કે યુવાનો સ્ટાર્સ કે પછી ફૅશન-આઇકન્સની નકલ કરતા હોય છે અને એક જ કપડાં કે પછી ઍક્સેસરી રિપીટ ન થવી જોઈએ એ વાતનું દબાણ તેમના પર હોય એ બિલકુલ યોગ્ય નથી.

પ્રિયંકાએ આપી યશ ચોપડાને શ્રદ્ધાંજલિ

૨૭ ઑક્ટોબરે ગોરેગામ (ઈસ્ટ)માં આવેલી ફિલ્મસિટીમાં પીપલ્સ ચૉઇસ અવૉર્ડની જાહેરાત કરવામાં આવી હતી. આ ફંક્શનમાં પ્રિયંકા ચોપડાએ ૨૧ ઑક્ટોબરે મૃત્યુ પામેલા દિવંગત ફિલ્મસર્જક યશ ચોપડાનાં ગીતો પર પર્ફોર્મન્સ આપીને તેમને સ્ટેજ પર શ્રદ્ધાંજલિ આપી હતી. યશ ચોપડાને સ્ટેજ પર શ્રદ્ધાંજલિ આપનાર પ્રિયંકા પહેલી સેલિબ્રિટી હતી. તેણે આ પર્ફોર્મન્સ વખતે યશ ચોપડાનો ફેવરિટ શિફોનની સાડીવાળો લુક ધારણ કર્યો હતો. તેનો આ પર્ફોર્મન્સ જોઈને અમિતાભ બચ્ચન અને રણબીર કપૂરની આંખમાં આંસુ આવી ગયાં હતાં અને બિગ બીએ તો ઇમોશનલ બનીને તેને ગળે વળગાડી લીધી હતી. આ અવૉર્ડ ફંક્શનનું પ્રસારણ થોડા સમયમાં કલર્સ ચૅનલ પર કરવામાં આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK