Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રિયંકા ચોપડાની પ્રેગ્નેન્સીના સમાચારનું જાણો સાચું કારણ

પ્રિયંકા ચોપડાની પ્રેગ્નેન્સીના સમાચારનું જાણો સાચું કારણ

17 February, 2019 05:14 PM IST |

પ્રિયંકા ચોપડાની પ્રેગ્નેન્સીના સમાચારનું જાણો સાચું કારણ

હૉલીવુડ ફિલ્મના પ્રમોશનમાં પહોંચી પ્રિયંકા

હૉલીવુડ ફિલ્મના પ્રમોશનમાં પહોંચી પ્રિયંકા


પ્રિયંકા ચોપડાએ ગયા વર્ષે જોધપુરના જાણીતા સિંગર - એક્ટર નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા. બન્ને ત્યારથી જ ખૂબ જ સારો સમય એકબીજા સાથે પસાર કરી રહ્યા છે. હનીમુનથી લઈને દરેક પાર્ટી. તાજેતરમાં જ તેમની ફિલ્મ ઈઝન્ટ ઈટ રોમેન્ટિક પણ અમેરિકા અને કેનેડામાં રિલીઝ થઈ છે જેમાં પ્રિયંકા ખૂબ જ જોશમાં પહોંચી પણ તે દરમિયાન જ કંઈક એવું થયું જેને કારણે તેના પ્રેગ્નેન્ટ થવાના સમાચાર વાયરલ થઈ ગયા.

હકીકતે સોશિયલ મીડિયાથી લઈને ટ્રેડિશનલ મીડિયા સુધી આ સમાચાર ફેલાયા કે પ્રિયંકા પ્રેગ્નેન્ટ છે. આ વર્ષે તેમના ઘરે એક નાનકડું મહેમાન આવવાનું છે. નિક અને પ્રિયંકાએ પોતાના પહેલા બાળકની પ્લાનિંગ કરી લીધી છે. આ સમાચાર આવવાનું મુખ્ય કારણ એ હતું કે પોતાની બીજી હૉલીવુડ ફિલ્મના પ્રમોશનના એક ઈવેન્ટમાં પ્રિયંકા જે આઉટફિટમાં પહોંચી હતી તેની તસવીર જ કંઈક એવી હતી. આ ફોટોમાં તેનું પેટ થોડું વધુ દેખાઈ રહ્યું છે. જો કે તમને જણાવીએ કે આ ખબરોમાં કોઈ પણ પ્રકારનું સત્ય નથી.



પ્રિયંકાના નજીકના સૂત્રો એવું જણાવે છે કે પ્રિયંકા ન તો ગર્ભવતી છે કે ન તો મા બનવા બાબતે કંઈ છુપાવી રહી છે. થોડાક સમય પહેલા પ્રિયંકાએ એક મેગેઝીનના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ભગવાનની ઈચ્છા સામે માણસની કંઈ નથી ચાલતી. તેથી હું કોઈ ચાન્સ લેવા નથી માગતી. અમારા બાળકો જરૂર થશે પણ યોગ્ય સમયે. આ અવશ્ય બનશે પણ આગામી દસ વર્ષોમાં કે કદાચ તે પહેલા પણ. મને બાળકોથી ખૂબ પ્રેમ છે અને હું માતા બનવા ઈચ્છું છું.


આ પણ વાંચો : પ્રિયંકા ચોપરા પ્રેગ્નન્ટ છે?

પ્રિયંકાએ તો એ પણ કહી દીધું કે મને ક્રિકેટ ટીમ જેટલા બાળકો જોઈએ છે. તેના પતિ નીક જોનાસે પણ કહ્યું હતું કે તે પોતાના બાળકની વાતને લઈને ઉત્સાહિત થઈ જાય છે અને જેમ પ્રિયંકાએ કહ્યું તેમ તે પણ ઈચ્છે છે કે તમને જલ્દી સંતાનપ્રાપ્તિ થાય. તેણે અ પણ કહ્યું, જો કે અત્યારે તે ખૂબ યંગ છે અને તે પોતાના લગ્નને એક બીજા પગથિયે લઈ જવા માગે છે. નિકે કહ્યું કે તેણે ખૂબ જ નાની ઉંમરમાં વિશ્વ જોયું છે અને સારી બાબત એ છે કે આ ઉંમરમાં તે પિતાની જવાબદારી લેવા માટે તૈયાર થઈ ગયો છે. તેણે કહ્યું કે તેણે પોતાના જીવનમાં અત્યાર સુધી જેટલું શીખ્યું છે તે પોતાના બાળકો સુધી પહોંચાડવા માગે છે.


Whatsapp-channel Whatsapp-channel

17 February, 2019 05:14 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK