Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રિયંકાને તેના ડૅડીએ ટાઇટ કપડાં પહેરવાની કેમ ના પાડી હતી?

પ્રિયંકાને તેના ડૅડીએ ટાઇટ કપડાં પહેરવાની કેમ ના પાડી હતી?

05 April, 2020 01:06 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રિયંકાને તેના ડૅડીએ ટાઇટ કપડાં પહેરવાની કેમ ના પાડી હતી?

પ્રિયંકા ચોપડા જોનસે

પ્રિયંકા ચોપડા જોનસે


પ્રિયંકા ચોપડા જોનસે જણાવ્યું હતું હું જ્યારે અમેરિકાથી ભારત પાછી ફરી ત્યારે મારા ડૅડીએ મને ટાઇટ કપડાં ન પહેરવાનો અને બારી પાસે ઊભા ન રહેવાનો આદેશ આપ્યો હતો. પ્રિયંકા તેના ડૅડી અશોક ચોપડાની ખૂબ નજીક હતી. તે જ્યારે ૧૨ વર્ષની હતી ત્યારે જ તે અમેરિકા ભણવા ચાલી ગઈ હતી. એ વખતે તેના કર્લી વાળ હતા. અમેરિકામાં ભણવાનો ક્રેઝ પ્રિયંકાને એટલા માટે હતો, કારણ કે ત્યાં લૉકર્સ અને યુનિફૉર્મ નથી હોતાં. સાથે જ છોકરીઓને એટલી આઝાદી હોય છે કે તે મેકઅપની સાથે જ વૅક્સ અને આઇબ્રો પણ કરી શકે છે. જોકે તે જ્યારે ૧૬ વર્ષની થઈ ત્યારે ભારત પાછી ફરી ત્યારે તેનો લુક બદલાઈ ગયો હતો. તેના ડૅડી શરૂઆતનાં થોડાં અઠવાડિયાં એ સમજી શક્યા નહીં કે શું કરવું. કેટલાક છોકરાઓ પ્રિયંકાનો પીછો કરતા હતા એ જ કારણસર તેના ડૅડીએ તેને સખત આદેશ આપ્યો હતો કે તું ટાઇટ કપડાં ન પહેરતી અને ઘરની બારી પાસે પણ ન ઊભી રહેતી.


Whatsapp-channel Whatsapp-channel

05 April, 2020 01:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK