પ્રિયંકા ચોપરાએ ઉડાવી સલમાનની ફિલ્મ ભારતની મજાક, જુઓ વીડિયો

મુંબઈ | Jun 13, 2019, 18:51 IST

સલમાન ખાન અને મેડમ સર એટલે કે કેટરીના કૈફની ફિલ્મ ભારત બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ છે. રિલીઝ થયાના એક અઠવાડિયા બાદ પણ ફિલ્મને લઈ લોકોનો ઉત્સાહ યથાવત્ છે.

પ્રિયંકા ચોપરાએ ઉડાવી સલમાનની ફિલ્મ ભારતની મજાક, જુઓ વીડિયો

સલમાન ખાન અને મેડમ સર એટલે કે કેટરીના કૈફની ફિલ્મ ભારત બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ છે. રિલીઝ થયાના એક અઠવાડિયા બાદ પણ ફિલ્મને લઈ લોકોનો ઉત્સાહ યથાવત્ છે. કેટરીના અને સલમાન ખાન ફેન્સના દિલોદિમાગ પર એવા છવાયેલા છે કે ફિલ્મ 200 કરોડ તરફ આગળ વધી રહી છે. અત્યાર સુધીમાં ફિલ્મ 167 કરોડની કમાણી કરી ચૂકી છે.

પ્રિયંકાએ ઉડાવી ભારતની મજાક

જો કે હવે ભારતને લઈ પ્રિયંકા ચોપરાએ કંઈક એવું કરી દીધું છે કે સલમાન ખાન ફરીથી તેનાથી નારાજ થઈ શકે છે. ભારત વિશે એકવાત જગજાહેર છે કે કેટરીના કૈફ પહેલા આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરાને કાસ્ટ કરાઈ હતી. પરંતુ પ્રિયંકા ચોપરાએ છેલ્લી ઘડીએ ફિલ્મ છોડી દીધી હતી. બાદમાં એવી ચર્ચા શરૂ થઈ હતી કે સલમાન ખાન પ્રિયંકા ચોપરાથી નારાજ છે. જો કે સલમાન ખાને પાછળથી કહ્યું હતું કે તે પ્રિયંકા ચોપરાથી નારાજ નથી.

રેપ અપ પાર્ટીમાં આપ્યો જવાબ

જો કે હવે પ્રિયંકા ચોપરાએ કંઈક એવું કર્યું છે કે સલમાન ખાન તેમના પર રોષે ભરાઈ શકે છે. મંગળવારે પ્રિયંકા ચોપરાએ પોતાની અપકમિંગ ફિલ્મ ધ સ્કાય ઈઝ પિંકની રેપ અપ પાર્ટી રાખી હતી. જેમાં તેમની માતા મધુ ચોપરાથી લઈ બોલીવુડના કેટલાક સ્ટાર્સ હાજર રહ્યા હતા. ત્યારે પ્રિયંકા ચોપરાએ સલમાન ખાનની ફિલ્મ ભારત છોડવા અંગેનો પણ ખુલાસો કર્યો, સાથે સાથે ઈશારા ઈશારામાં ફિલ્મને નાચવા ગાવાવાળી ફિલ્મ પણ ગણાવી દીધી.

આ પણ વાંચોઃ Happy Birthday: દિશાના હોટ અને ક્યૂટ ફોટોઝ કરે છે ફૅન્સને ઘાયલ

ભારત છોડવા અંગે ખુલાસો

પ્રિયંકા ચોપરાએ કહ્યું કે બધા લોકોને મને પૂછે છે કે આખરે કેમ ? કેમ મેં આ નાચવા ગાવાવાળી તડકતી ભડકતી ફિલ્મ છોડી દીધી અને કેમ 18 વર્ષના છોકરાની માતાનો રોલ કરવા માટે તૈયાર થઈ. પ્રિયંકા ચોપરાએ કહ્યું ધ સ્કાય ઈઝ પિંક મેં એટલા માટે કરી છે કારણ કે મને સોનાલીની આ ફિલ્મનો આઈડિયા ખૂબ જ ગમ્યો હતો અને મેં સોનાલીના કારણે જ આ ફિલ્મ કરવાની હા પાડી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK