ખડખડાટ હસી રહી હતી પ્રિયંકા ચોપરા, વાનરે મારી દીધો લાફો

Published: Jun 12, 2019, 12:12 IST | મુંબઈ

દરેક વ્યક્તિની બાળપણની વિચિત્ર યાદગીરી અને પોતાના કિસ્સા જરૂ હોય છે. આપણે મોટા થઈને આ કિસ્સા યાદ કરીને હસીએ છીએ. આવું દરેક વ્યક્તિની લાઈફમાં બનતું હોય છે.

પ્રિયંકા ચોપરા (File Photo)
પ્રિયંકા ચોપરા (File Photo)

દરેક વ્યક્તિની બાળપણની વિચિત્ર યાદગીરી અને પોતાના કિસ્સા જરૂ હોય છે. આપણે મોટા થઈને આ કિસ્સા યાદ કરીને હસીએ છીએ. આવું દરેક વ્યક્તિની લાઈફમાં બનતું હોય છે. બોલીવુડની એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા સાથે પણ બાળપણમાં એક એવી ઘટના બની હતી, જેને પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં જ શૅર કરી છે. પોતાના બાળપણની આ ઘટના પ્રિયંકા ચોપરા આજે પણ યાદ કરીને ખડખડાટ હસે છે. તાજેતરમાં જ કપિલ શર્માના સોમાં આવેલી પ્રિયંકા ચોપરાએ આ ઘટનાનો ખુલાસો કર્યો છે.

આવી બની હતી ઘટના

કપિલ શર્માના શોમાં પ્રિયંકા ચોપરાએ આ ઘટના વિશેની વાત કરી. જે મુજબ ઘટના ત્યારની છે જ્યારે તે ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી. પ્રિયંકા ચોપરાએ કહ્યું કે તે લખનઉમાં હતી, અને ત્રીજા ધોરણમાં ભણતી હતી. તેની સ્કૂલ પાસે એક ઝાડ હતું, જ્યાં ખૂબ જ વાનરો હતા. તો એક વાનર પોતાની જાતને ઝાડ પર ઉભા રહીને સાફ કરી રહી હતી. મને તે ખૂબ જ ફની લાગી રહી હતી, અને હું ત્યાં ઉભી ઉભી હસવા લાગી. મેં હસતા હસતા કહ્યું હાહા હા, જુઓ તે પોતાની જાતને સાફ કરી રહી છે. ત્યારે જ તે નીચે આવી મને જોઈ અને લાફો મારીને પાછી ઝાડ પર જતી રહી.

ટૂંક સમયમાં કમબેક કરશે પ્રિયંકા

ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપરા હાલ વિશ્વની જાણીતી એક્ટ્રેસમાંની એક છે. બોલીવુડ બાદ હોલીવુડમાં પણ તે પોતાનું નામ કાઢી ચૂકી છે. હાલ પ્રિયંકા ચોપરા તેની આગામી ફિલ્મ 'ધ સ્કાય ઈઝ પિંક'ને લઈને વ્યસ્ત છે જેને લઈને તે મુંબઈ પહોંચી છે. ધ સ્કાય ઈઝ પિંક સોનાલી બોઝ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે જ્યારે આ ફિલ્મમાં પ્રિયંકા સાથે ફરહાન અખ્તર અને ઝાઈરા વસીમ જોવા મળશે. આ ફિલ્મ આઈશા ચૌધરી પર બેઝ્ડ છે જે મોટીવેશનલ સ્પીકર છે. ધ સ્કાય ઈઝ પિંક 11 ઓક્ટોબર 2019ના રિલીઝ થશે

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK