Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બાળકો સામેની હિંસાનો અંત લાવવા માટે પ્રિયંકા ચોપડા ઝિમ્બાબ્વે પહોંચી

બાળકો સામેની હિંસાનો અંત લાવવા માટે પ્રિયંકા ચોપડા ઝિમ્બાબ્વે પહોંચી

05 May, 2017 06:46 AM IST |

બાળકો સામેની હિંસાનો અંત લાવવા માટે પ્રિયંકા ચોપડા ઝિમ્બાબ્વે પહોંચી

બાળકો સામેની હિંસાનો અંત લાવવા માટે પ્રિયંકા ચોપડા ઝિમ્બાબ્વે પહોંચી


priyanka

પ્રિયંકા યુનિસેફની ગુડવિલ ઍમ્બૅસૅડર છે અને તેથી જ તે ઝિમ્બાબ્વે ગઈ છે. પ્રિયંકાએ ઝિમ્બાબ્વેના બે બાળકો સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને લખ્યું હતું કે ‘અમે ઝિમ્બાબ્વેના હરારેમાં છીએ. બાળકો સામેની હિંસાનો અંત લાવવા માટેના કૅમ્પેન માટે હું આફ્રિકાની ટ્રિપ પર આવી છું. હું અહીં આવી હિંસાઓમાંથી બહાર આવનાર બાળકોનો મળવા આવી છું. તેમની સેવા કરતા અને તેમનો ઉછેર કરતા લોકોને મળવા આવી છું. દુનિયાને એક સારી જગ્યા બનાવનાર લોકોને મળવા માટે હું અહીં આવી છું.’

પ્રિયંકાની પાર્ટીમાં આલિયા ને અર્પિતાએ અજુર્નને કર્યો ઇગ્નૉર?

પ્રિયંકા ચોપડાની પાર્ટીમાં આલિયા ભટ્ટ અને અર્પિતા ખાન શર્મા અજુર્ન કપૂરથી અંતર રાખતાં જોવા મળ્યાં હતાં. આ પાર્ટીમાં આલિયા તેના બૉયફ્રેન્ડ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે આવી હતી તો અર્પિતા તેના પતિ આયુષ શર્મા સાથે આવી હતી. અજુર્ને અગાઉ અર્પિતાને ડેટ કરી હોવાથી અર્પિતાએ તો પાર્ટીમાં તેને નજરઅંદાજ જ કર્યો હતો. બીજી તરફ ‘૨ સ્ટેટ્સ’ વખતે અજુર્ન અને આલિયા ડેટ કરી રહ્યાં છે એવા સમાચાર પણ આવ્યા હતા તેથી આલિયા ફક્ત અજુર્નને હેલો કરતી જોવા મળી હતી. ત્યાર બાદ તે સીધી તેના બૉયફ્રેન્ડ સાથે વ્યસ્ત થઈ ગઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

05 May, 2017 06:46 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK