પ્રિયંકાને ઘણાંબધા બાળકોની મમ્મી બનવું છે
પ્રિયંકા ચોપડા જોનસ
પ્રિયંકા ચોપડા જોનસની ઇચ્છા છે કે તે ઘણાંબધાં બાળકોની મમ્મી બને. તેણે અમેરિકામાં રહેતા નિક જોનસ સાથે લગ્ન કર્યાં છે. તેને હાલમાં જ પૂછવામાં આવ્યું હતું કે તેને કેટલાં બાળકો જોઈએ છે. તો જવાબ આપતાં પ્રિયંકાએ કહ્યું હતું કે ‘એક ક્રિકેટ ટીમ. જેટલાં મારી ઇચ્છા હોય એટલાં મારે બાળકો જોઈએ છે. એક ક્રિકેટ ટીમ. જોકે મને ચોક્કસ ખાતરી નથી.’