ભારતમાં સલમાન ખાન અને પ્રિયંકા ચોપરા વચ્ચે થશે કાંટે કી ટક્કર

Published: May 11, 2019, 14:20 IST

X Men સીરીઝની છેલ્લી ફિલ્મ Dark Phoenix ભારતીય બૉક્સ ઑફિસ પર પણ દમદાર રીતે રિલીઝ કરવામાં આવશે. ડાર્ક ફિનિક્સમાં સોફી ટર્નરનું પાત્ર સ્ટોરીના કેન્દ્રમાં છે.

સોફી ટર્નર જોનાસ - સલમાન ખાન
સોફી ટર્નર જોનાસ - સલમાન ખાન

તાજેતરમાં ભારતમાં ગેમ ઑફ થ્રોન્સ માટે ચર્ચાનું કેન્દ્ર બનેલી પ્રિયંકા ચોપડાની જેઠાણી સોફી ટર્નર હવે ભારતીય સિલ્વર સ્ક્રીન પર પણ ડેબ્યૂ કરવાની છે. સોફીની હોલીવુડ ફિલ્મ ડાર્ક ફિનિકિસ ભારતમાં 7 જૂનના રોજ રિલીઝ થવાની છે. ખાસ વાત એ છે કે ભારત આવતાં જ સોફી બોલીવુડના સુલ્તાન સલમાન ખાન સાથે ટકરાવાની છે.

સલમાનની ‘ભારત’ અને ‘ડાર્ક ફિનિક્સ’ ફિલ્મ એક દિવસે રીલિઝ થઇ રહી છે

મહત્વની વાત છે કે સલમાન ખાનની ફિલ્મ ભારત અને ડાર્ક ફિનિક્સ 5 જૂનના રોજ રીલિઝ થઇ રહી છે. પરંતુ વાત એ છે કે સલમાનની ‘ભારત’ ફિલ્મ ભારતમાં 5 જૂનના રોજ રીલિઝ થશે જ્યારે ડાર્ક ફિનિક્સ ભારતમાં 7 જૂનના રોજ રીલિઝ થશે. પણ આ ફિલ્મ વિશ્વભરમાં 5 જૂનના રોજ રીલિઝ થઇ રહી છે. એટલે કે ભારત દેશમાં સલમાનની ભારત રીલિઝ થયાના બે દિવસ બાદ ડાર્ક ફિનિક્સ રીલિઝ થશે. પણ જો પ્રિયંકા ચોપડાએ ભારત ફિલ્મ ન છોડી હોત તો જૂનમાં બૉક્સ ઑફિસ પર દેરાણી-જેઠાણી વચ્ચે આ ટકરાવ જોવા મળ્યો હોત. તમને યાદ હશે કે અલી અબ્બાસ જફર નિર્દેશિત ફિલ્મ 'ભારત'માં સૌથી પહેલા પ્રિયંકા ચોપડાનું નામ લીડ એક્ટર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. પ્રિયંકાના ફિલ્મ છોડ્યા પછી કેટરીના કૈફને ફિમેલ લીડ સોંપવામાં આવી. પ્રિયંકાએ જો 'ભારત'ને રિજેક્ટ ન કરી હોત તો બૉક્સ ઑફિસ પર તેનો મુકાબલો સોફી ટર્નર સાથે થયો હોત.

ડાર્ક ફિનિક્સમાં જીન ગ્રેનું પાત્ર ભજવી રહી છે સોફી

X Menસીરીઝની છેલ્લી ફિલ્મ ડાર્ક ફિનિક્સ ભારતીય બૉક્સ ઑફિસ પર પણ જોરશોરથી રિલીઝ કરવામાં આવશે. ડાર્ક ફિનિક્સમાં સોફી ટર્નરનું પાત્ર સ્ટોરીમાં મુખ્ય છે. તે મ્યૂટેન્ટ જીન ગ્રેનું પાત્ર ભજવે છે, જે આ બધાં કરતાં મુખ્ય છે. એક્સમેન સિરીઝની શરૂઆત 2000માં ડાયરેક્ટક બ્રાયન સિંગરે કરી હતી. સૌથી પહેલા વુલ્વરીન (Huge Jackman), ચાર્લ્સ ઝેવિયર્સ અને મેગ્નીટોના પાત્રોને યુવાન બતાવવામાં આવ્યા હતા, જેને જેમ્સ મેકેવૉય અને માઇકલ ફેસબેન્ડરે ભજવ્યા હતા. પ્રૉફેસર ચાર્લ્સ પાસે બીજા મસ્તિષ્કના નિયંત્રણની ક્ષમતા છે તો મેગ્નીટો પોતાની ચુંબકીય શક્તિથી લોખંડની વસ્તુઓ પોતાની કાબૂમાં કરી શકે છે. મેગ્નીટોને બધા મ્યૂટેન્ટ્સમાં સૌથી શક્તિશાળી માનવામાં આવે છે, પણ જીન ગ્રે આ બધાં કરતા વધુ શક્તિશાળી છે.

જો જોનાસ સાથે લગ્ન પછી સોફીની પહેલી રિલીઝ

 
 
 
View this post on Instagram

The morning after... #TheJSisters #Bachelorette @sophiet

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) onNov 5, 2018 at 9:16am PST

સોફી ટર્નર પ્રિયંકાના પતિ નિકના ભાઇ જો જોનાસની બેટર હાફ છે. કેટલાય વર્ષોથી રિલેશનશિપમાં રહ્યા પછી તાજેતરમાં જ બન્નેએ લગ્ન કર્યા છે. સોફી પ્રિયંકા કરતાં ઘણાં વર્ષ નાની છે, પણ બન્ને વચ્ચે જબરજસ્ત બોન્ડિંગ છે લગ્ન પહેલા પ્રિયંકા અને સોફી એક બીજા સાથે ઘણો સમય પસાર કરતી હતી. પ્રિયંકાએ સોફી સાથે પોતાને J Sistersનું નામ આપ્યું છે.

આ પણ વાંચો : Student of The Year 2 પહેલા દિવસે કરી આટલી કમાણી

ડાર્ક ફિનિક્સ લીડ રોલમાં સોફીની પહેલી મોટી ફિલ્મ છે. આ પહેલા X Men Apocalypseમાં સોફી જીન ગ્રેના રોલમાં જોવા મળી હતી, પણ તેમાં તે લીડ રોલમાં જોવા મળી નહોતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK