ગ્રેમીઝ2020ઃ પ્રિયંકા ચોપરા જોન્સ લાગે છે મત્સ્યકન્યા જેવી

Updated: 27th January, 2020 11:10 IST | Mumbai Desk

પ્રિયંકા ચોપરા આ વર્ષે ગ્રેમી એવોર્ડ્ઝમાં નોમિનેશન કે વિનર તરીકે સમાચારમાં નથી પણ તેની સ્ટાઇલને કારણે તે ચર્ચામાં રહે તેની તકેદારી તેણે પુરેપુરી રાખી છે.

પ્રિયંકા ચોપરાએ પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર મુકી આ તસવીરો.
પ્રિયંકા ચોપરાએ પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર મુકી આ તસવીરો.


પ્રિયંકા ચોપરા જોનસે ગ્રેમી એવોર્ડ માટે જવાની તૈયારી રૂપે તેના પતિ નિક જોનાસ સાથે સોશ્યલ મીડિયા પર તસવીરો મુકી હતી. તેની ડીપ નેકલાઇન વાળા ગાઉનમાં તેનું ઘાટીલું શરીર કોઇ મત્સ્ય કન્યાથી કમ નહોતું લાગતું.

 

 
 
 
View this post on Instagram

This guy. #Grammys2020

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) onJan 26, 2020 at 3:25pm PST

 

પ્રિયંકા ચોપરા આ વર્ષે ગ્રેમી એવોર્ડ્ઝમાં નોમિનેશન કે વિનર તરીકે સમાચારમાં નથી પણ તેની સ્ટાઇલને કારણે તે ચર્ચામાં રહે તેની તકેદારી તેણે પુરેપુરી રાખી છે. હોલીવુડનાં સ્ટાર્સ અત્યારે આ અગત્યનાં એવોર્ડ ફંકશનમાં વ્યસ્ત છે ત્યારે આપણી દેસી ગર્લે પોતાના લુક માટે મીમી કટ્રરેલના સ્ટાઇલિંગની મદદ લીધી છે.

 

 
 
 
View this post on Instagram

Tassel fun. #grammys

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) onJan 26, 2020 at 9:22pm PST

 

પોતાનાં સિક્વન આઉટફિટમાં સુપર હોટ દેખાતી પ્રિયંકાએ રેડ કાર્પેટનાં માહોલની ગરમી વધારી દીધી. તેની ફેશન સેન્સથી ભલભલાની આંખો અંજાઇ ગઇ તેમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. તેના ગાઉનની પ્લન્જિક નેકલાઇન છેક તેના લૉઅર બોડી સુધી પહોંચતી હતી. ફ્રિન્જ્ડ ઓમ્બ્રે બાંયની ડિઝાઇનને કારણે તે કોઇ મત્સ્યકન્યા જેવી જ લાગતી હતી.
પ્રયંકા ચોપરા જોનસે તેના પતિ નિક જોનાસ અને બાકીના પરિવાર સાથે સોશ્યલ મીડિયા પર આ તસવીરો મુકી હતી.

 

 
 
 
View this post on Instagram

So proud of this fam. Congratulations @jonasbrothers you guys crushed it today. #grammys

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) onJan 26, 2020 at 7:10pm PST

 

પ્રિયંકા ચોપરાએ સ્મોકી આઇ મેઇક અપ કર્યો હતો, ન્યુડ લિપ્સ અને પિયર્સ્ડ બૅલી બટનથી તેનો લુક કમ્પ્લિટ કર્યો.
પ્રોફેનલી પ્રિયંકાએ છેલ્લે ફરહાન અખ્તર સાથે સ્કાય ઇઝ પિંકમાં અભિનય કર્યો અને વર્ષની શરૂઆતમાં તેના પતિ નિક જોનાસ સાથે 'વોટ અ મેટ ગોટ્ટા ડુ' વીડિયોમાં અભિનય કર્યો હતો. આ સિવાય તે રાજકુમાર રાવ સાથે વ્હાઇટ ટાઇગર ડિજીટલ સિરિઝ સાઇન કરી ચુકી છે અને રુસો બ્રધર્સની એમેઝોન માટેની સિરીઝ સિટાડેલમાં પણ તે દેખાશે.

First Published: 27th January, 2020 10:50 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK