પ્રિયંકા ચોપડાને ઑસ્કર મળશે?
ફાઈલ તસવીર
પ્રિયંકા ચોપડા જોનસ (Priyanka Chopra Jonas)ની ઘણી ફિલ્મની ફૅન્સ રાહ જોઈ રહ્યા છે. મેટ્રીક્સ 4થી લઈને સિટાડેલમાં તે જોવા મળશે. એવામાં સમાચાર ફરી રહ્યા છે કે પ્રિયંકા ચોપડા ઑસ્કર મળી શકે છે.
એકેડમી એવોર્ડ્સ 2021મની રેડ કાર્પેટમાં તે ગેસ્ટ તરીકે નહીં પણ નોમિની તરીકે આવશે. ‘બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ’ની કેટેગરીમાં તેને ઑસ્કર મળે તેવી વાતો છે. તેણે માર્યિલ સ્ટ્રીપ (ધ પ્રોમ), હાન યેન-રી (મિનારી), નતાશા લાયોની (ધ યુનાઈટેડ સ્ટેટ્સ વર્સિસ બિલી હોલિડે) અને મારી વિનીંગ્હામ (ન્યૂઝ ઑફ ધ વર્લ્ડ) વગેરે સાથે કામ કર્યું છે.
ADVERTISEMENT
વાઈટ ટાઈગર ગજી રિલીઝ થઈ નથી. એવી વાતો છે કે આ મુવી નેટફ્લિક્સમાં રિલીઝ થશે. આમાં પ્રિયંકા રાજકુમાર રાવ સાથે જોવા મળશે. રમીન બહરાનીએ આ ડાયરેક્ટ કરેલી ફિલ્મ અરવિંદ અદિગાએ લખેલી નોવેલ ઉપરથી બની છે.
પ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામમાં આ ફિલ્મનો ઉલ્લેખ કરીને કહ્યું પણ હતું કે તે આ ફિલ્મની રાહ જોઈ રહી છે.