Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રિયંકાએ ન્યૂયૉર્કમાં શરૂ કર્યું ભારતીય રેસ્ટૉરાં, બતાવી પહેલી ઝલક

પ્રિયંકાએ ન્યૂયૉર્કમાં શરૂ કર્યું ભારતીય રેસ્ટૉરાં, બતાવી પહેલી ઝલક

07 March, 2021 12:06 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

પ્રિયંકાએ ન્યૂયૉર્કમાં શરૂ કર્યું ભારતીય રેસ્ટૉરાં, બતાવી પહેલી ઝલક

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા


અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ બૉલીવુડથી લઈને હૉલીવુડ સુધી પોતાના ફિલ્મી કરિઅરને અનેક ઊંચાઇઓ સુધી પહોંચાડ્યું છે. પણ ફિલ્મોથી અલગ પણ તેણે સોશિયલ વર્ક અને લેખન ક્ષેત્રે પણ પોતાનું સ્થાન સ્થાપિત કર્યું છે. હવે પોતાની પ્રૉફેશનલ લિમિટને હજી આગળ વધારતા પ્રિયંકાએ ન્યૂયૉર્કમાં પોતાના નવા બિઝનેસનો પાયો મૂક્યો છે. તેણે અહીં ભારતીય રેસ્ટૉરાં શરૂ કરી છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોતાની આ રેસ્ટૉરાંની માહિતી શૅર કરી છે.

પ્રિયંકા લખે છે કે, "હું તમારી સામે SONA રજૂ કરતાં ખૂબ જ ખુશ છું, ન્યૂયૉર્કમાં એક નવી રેસ્ટૉરાં જ્યાં મેં ભારતીય ખોરાક પ્રત્યે મારો પ્રેમ પીરસ્યો છે. ભારતના ખોરાકનો સ્વાદ અને ફ્લેવર્સ છે SONAમાં. શેફ છે હરી નાયક, જે ખૂબ જ પ્રતિભાશાળી છે, જેમમણે સૌથી ઝાયકેદાર અને ઇનોવેટિવ મેન્યૂ તૈયાર કર્યો છે. તમને મારા શાનદાર દેશના ભોજનના પ્રવાસ પર લઈ જાઉં છું. SONA આ મહિનાના અંત સુધીમાં ખુલશે અને હું ત્યાં તમને જોવાની રાહ નથી જોઇ શકતી. આ પ્રયત્ન મારા મિત્રો મનીષ ગોયલ અને ડેવિડ રેબિનના નેતૃત્વ વગર શક્ય ન બન્યું હોત. આ વિચારને આટલી સ્પષ્ટતાથી સાકાર કરવા માટે અમારા ડિઝાઇનર મેલિસા બોવર્સ અને બાકીની ટીમનો આભાર."



 
 
 
View this post on Instagram

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra)


પ્રિયંકાએ પોતાના રેસ્ટૉરાં SONAની એક ઝલક રજૂ કરતા અન્ય બે તસવીરો પણ શૅર કરી છે. બીજી અને ત્રીજી તસવીરમાં તે પૂજા કરતી જોવા મળે છે, જેની ડિટેલ્સ પણ તેણે આપી છે. તે પોસ્ટમાં આગળ લખે છે કે, "બીજી અને ત્રીજી તસવીર સપ્ટેમ્બર 2019માં લેવામાં આવી હતી, જ્યારે અમે આ જગ્યાએ એક નાનકડી પૂજા કરી હતી."


આ બિઝનેસ લાઇન્સ સાથે પણ જોડાયેલી છે પ્રિયંકા
પ્રિયંકાના અન્ય બિઝનેસની વાત કરીએ તો ફિલ્મોમાં એક્ટિંગ સિવાય તે પ્રૉડક્શન પણ કરે છે. 'પર્પલ પેબલ્સ પિક્ચર્સ' નામથી પ્રિયંકા ચોપરાનું પ્રૉડક્શન હાઉસ છે. આ હેઠળ વેન્ટિલેટર, સર્વન, પાહુના, ફાયરબેન્ડ, પાણી, ધ સ્કાય ઇઝ પિન્ક, ધ વ્હાઇટ ટાઇગર જેવી જબરજસ્ત ફિલ્મો પ્રૉડ્યૂસ પણ કરવામાં આવી છે. આ સિવાય પ્રિયંકાએ તાજેતરમાં જ પોતાના હૅરકૅર પ્રૉડક્ટ 'Anomaly'પણ લૉન્ચ કર્યા છે. તો અમુક દિવસો પહેલા જ તેણે પોતાનું પુસ્તક 'અનફિનિશ્ડ' પણ રિલીઝ કર્યું.

Whatsapp-channel Whatsapp-channel

07 March, 2021 12:06 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK