Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આ તેનું શરીર છે અને તે તેની ઇચ્છા મુજબ જીવે છે: મધુ ચોપડા

આ તેનું શરીર છે અને તે તેની ઇચ્છા મુજબ જીવે છે: મધુ ચોપડા

03 February, 2020 04:37 PM IST | Mumbai

આ તેનું શરીર છે અને તે તેની ઇચ્છા મુજબ જીવે છે: મધુ ચોપડા

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા


ગ્રેમી અવૉર્ડ ૨૦૨૦માં પ્રિયંકા ચોપડાએ પહેરેલા ડ્રેસને કારણે ઉઠેલા વિવાદને લઈને તેની મમ્મી મધુ ચોપડાએ જણાવ્યું હતું કે તેનું શરીર છે એથી તેને જે મન થાય એ કરવા માટે તે સ્વતંત્ર છે. રાલ્ફ એન્ડ રુસોએ ડિઝાઇન કરેલા આ ગાઉનને લઈને પ્રિયંકાને સોશ્યલ મીડિયામાં ખૂબ ટ્રોલ પણ કરવામાં આવી રહી છે. જોકે આ ડ્રેસ તેની મમ્મીને ખૂબ પસંદ પડ્યો હતો. એવુ જણાવતાં મધુ ચોપડાએ કહ્યું હતું કે ‘મને એ ડ્રેસ ખૂબ ગમ્યો હતો. એ પહેરતાં પહેલા જ તેણે મને સેમ્પલ દેખાડ્યો હતો. એ થોડો બોલ્ડ તો હતો, પરંતુ પ્રિયંકાએ એને ખૂબ સારી રીતે સંભાળ્યો હતો. તેનાં બધા ડ્રેસમાંનો આ બેસ્ટ ડ્રેસ હતો અને એને લઈને હું ખુશ છું.’

જોકે ડ્રેસને લઈને ચાલી રહેલા વિવાદ પર તેની મમ્મી મધુ ચોપડાએ કહ્યું હતું કે ‘હું ખુશ છું કે વિવાદ ચગ્યો, કારણ કે એનાં કારણે તે ખૂબ સ્ટ્રૉન્ગ બની છે. તે કોઈને પણ દુખ ન પહોંચે કે નુક્સાન ન થાય એ મુજબ પોતાની મરજીથી લાઇફ જીવે છે. આ તેનું શરીર છે અને એથી જે તે ઇચ્છે એ કરી શકે છે. તે સાથે જ સુંદર પણ છે. મેં તેને એક કહેવત મોકલાવી હતી. એ આ મુજબ છે કે ‘આ મારી લાઇફ છે.’ હું કોની લાઇફ જીવું છું, તમારી કે મારી? મારે જે પણ કરવુ હોય તે હું કરી શકુ છું. બરાબર? મારા મતે આ જ ફિલોસોફી છે, એને સૌએ સ્વીકારવી રહી.’


Whatsapp-channel Whatsapp-channel

03 February, 2020 04:37 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK