પ્રિયંકા ચોપડા જોનસે લંડનના એક સૅલોંમાં જઈને લૉકડાઉનના નિયમનું ઉલ્લંઘન કર્યું હોવાના આરોપને નકાર આપ્યો છે. પ્રિયંકા હાલમાં લંડનમાં તેની આવનારી ફિલ્મ ‘ટેક્સ્ટ ફોર યુ’ના શૂટિંગમાં બિઝી છે. તેના પર આરોપ છે કે તે એક સૅલોંમાં તેની મમ્મી મધુ ચોપડા અને પેટ ડૉગી સાથે ગઈ હતી. એ દરમ્યાન તેને પોલીસે પણ અટકાવી હોવાનું જાણવા મળ્યું છે. લંડનમાં લૉકડાઉન દરમ્યાન સૅલોં અને સ્પાને ખોલવાની પરવાનગી નથી. કોરોનાના નવા સ્ટ્રેનને કારણે આ લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. પોલીસને માહિતી મળી હતી કે લેન્સડાઉન મ્યુઝમાં નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે. સૅલોંમાં એનો માલિક પણ હાજર હતો. જોકે સૅલોં માલિક અને પ્રિયંકાને ચેતાવણી આપીને જવા કહ્યું હતું. પ્રિયંકાની ટીમ મુજબ પ્રિયંકા પાસે કામ કરવાની પરવાનગી છે. એથી એ સૅલોંને પ્રોડક્શનના કામ માટે જ ઉઘાડવામાં આવ્યું હતું. આ પ્રોડક્શનમાં સામેલ દરેકની કોરોના ટેસ્ટ કરવામાં આવી હતી. સરકારી નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું છે. કામ માટે જરૂરી કાગળપત્રો પોલીસને દેખાડ્યા બાદ પ્રિયંકાને ત્યાંથી જવાની પરવાનગી આપવામાં આવી હતી.
લગ્ન બંધનમાં બધાશે નોબિતા-શિઝૂકા, ભાવુક થયા ચાહકો,સોશિયલ મીડિયા પર ધમાલ
20th January, 2021 19:39 ISTકંગના રણોતના ટ્વીટ પર વિવાદ બાદ ટ્વિટર અકાઉન્ટ પર અસ્થાઇ રૂપે પ્રતિબંધ
20th January, 2021 18:20 ISTમારાં ફેવરિટ કૅરૅક્ટર્સ લોકોને પસંદ નથી આવતાં: નવાઝુદ્દીન સિદ્દીકી
20th January, 2021 17:27 ISTખુશી કપૂરને તેના ડૅડી બોની કપૂર નહીં કરે લૉન્ચ
20th January, 2021 17:25 IST