Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રિયંકા અને રાજકુમાર રાવ સાથે કરશે ફિલ્મ, આવી હશે ફિલ્મની કહાની

પ્રિયંકા અને રાજકુમાર રાવ સાથે કરશે ફિલ્મ, આવી હશે ફિલ્મની કહાની

06 September, 2019 05:46 PM IST | મુંબઈ

પ્રિયંકા અને રાજકુમાર રાવ સાથે કરશે ફિલ્મ, આવી હશે ફિલ્મની કહાની

પ્રિયંકા અને રાજકુમાર રાવ સાથે કરશે ફિલ્મ

પ્રિયંકા અને રાજકુમાર રાવ સાથે કરશે ફિલ્મ


પ્રિયંકા ચોપરા સમાચારોમાં પણ તો ખૂબ છવાયેલી રહે છે પરંતુ હિંદી ફિલ્મોમાં તે 2016 પછી દેખાતી નથી. પ્રકાશ ઝાની ફિલ્મ જય ગંગાજલ પ્રિયંકાની છેલ્લી હિંદી ફિલ્મ હતી. પરંતુ આગામી દિવસોમાં પ્રિયંકા અનેક ફિલ્મોમાં દેખાવાની છે. બોલીવુડમાં તેની વાપસી ધ સ્કાય ઈઝ પિંકથી થશે, જેને શોનાલી બોઝે ડાયરેક્ટ કરી છે. તો તે નેટફ્લિક્સ ઓરિજિનલમાં પણ કામ કરી રહી છે.

ભારત આવતા પહેલા ધ સ્કાય ઈઝ પિંક આવતા અઠવાડિયે ટોરેંટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં રિલીઝ થશે. ભારતમાં ફિલ્મ 11 ઓક્ટોબરે રીલિઝ થશે. નેટફ્લિક્સ માટે પ્રિયંકા વી કેન બી હિરોઝ સીરિઝમાં પણ કામ કરી રહી છે.જે બાદ તે અરવિંદ અડિગાની નવલકથા ધ વ્હાઈટ ટાઈગર પરથી બનનારી ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં હશે. આ બુકને બુકર પ્રાઈઝ મળી ચુક્યું છે. ખાસ વાત એ છે કે પ્રિયંકા સાથે ફિલ્મમાં રાજકુમાર પણ મહત્વની ભૂમિકામાં નજર આવશે. પ્રિયંકા અને રાજકુમારને એકસાથે જોવા રસપ્રદ રહેશે.

ફિલ્મનું નિર્દેશન રામીન બહરાની કરી રહ્યા છે. ફિલ્મમાં પ્રિયંકા સાથે આદર્શ ગૌરવ નજર આવશે, જે ડેબ્યૂ કરી રહ્યા છે. પ્રિયંકા હાલ પતિ નિક જોનાસ સાથે ચર્ચામાં રહે છે. હાલમાં જ બંનેને એક મેગેઝીને બેસ્ટ ડ્રેસ્ટ કપલ તરીકે પસંદ કર્યા છે.

 
 
 
View this post on Instagram

Thank you @people ? @nickjonas

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) onSep 4, 2019 at 2:17pm PDT




પ્રિયંકા એક્ટિંગની સાથે ફિલ્મનું પ્રોડક્શન પણ કરી રહી છે. તે મેઈન સ્ટ્રીમ બોલીવુડ ફિલ્મો કરવાના બદલે ક્ષેત્રીય સિનેમા પર ફોકસ કરી રહી છે. તે ભોજપુરી, મરાઠી, પંજાબી અને આસામી ભાષામાં ફિલ્મનું નિર્માણ કરી ચુકી છે. તેની મરાઠી ફિલ્મ પાનીને આ વર્ષે પર્યાવરણ સંરક્ષણ પર બનેલી બેસ્ટ ફીચર ફિલ્મનો નેશનલ અવૉર્ડ મળ્યો છે.


આ પણ વાંચોઃ Tapas Relia: આ મૂળ ગુજરાતી કંપોઝર માટે મ્યુઝિક જ છે સર્વસ્વ


Whatsapp-channel Whatsapp-channel

06 September, 2019 05:46 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK