પ્રિયંકાની મોટી જાહેરાત, ભારતમાં કરશે કાંઈક આવું, જે તેણે અત્યાર સુધી નથી કર્યું...

Published: Oct 01, 2019, 16:04 IST | મુંબઈ

પ્રિયંકા ચોપરાએ મહત્વની જાહેરાત કરી છે. તેઓ ભારતમાં કાંઈક એવું કરવા આવ્યા છે, જે તેમણે અત્યાર સુધી નથી કર્યું.

પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરા

ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે. જેના અનુસાર પ્રિયંકા ચોપરા ભારત પાછી રજાઓ માણવા કે કામ કરવા નથી આવી. પરંતુ એટલે પાછી આવી છે કારણ કે ભારતમાં કાંઈક મોટું થવા જઈ રહ્યું છે.

આ વિશે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને પ્રિયંકા ચોપરાએ કહ્યું કે, હું મારા શહેર પાછી આવી ગઈ છું. અહીં હું રજાઓ માણવા કે કામ માટે નથી આવી. હું એટલા માટે આવી છું કારણ કે કાંઈક ખૂબ જ મોટું મારા શહેરમાં થવાનું છે. એવું આજ સુધી નથી થયું. એવું કાંઈક જેને જોયા વગર તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. NBA ભારત આવી રહ્યું છે. આ મારા શહેર મુંબઈમાં થવાનું છે. NBA ઈન્ડિયા 2019 માટે તૈયાર થઈ જાઓ.


મહત્વનું છે કે ભારતમાં પહેલી વાર NBA થવા જઈ રહ્યું છે. આ ખેલ મુખ્યત્વે અમેરિકામાં રમવામાં આવે છે. જેની બ્રાન્ડ એમ્બેસેડર પ્રિયંકા ચોપરાને બનાવવામાં આવી છે. જેની ખુશી તેમના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય છે. મહત્વનું છે કે પ્રિયંકા ચોપરાએ હાલમાં જ નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે. અને તે ભારત અને અમેરિકા બંને જગ્યાએ લોકપ્રિય છે.

આ પણ જુઓઃ આવી જઈ રહી છે આપણા સેલેબ્સની નવરાત્રી..જુઓ તસવીરો

પ્રિયંકા ચોપરા જલ્દી જ સ્કાઈ ઇઝ પિંકમાં નજર આવશે. આ ફિલ્મમાં તેમની સાથે ફરહાન અખ્તર અને ઝાયરા વસીમની મહત્વની ભૂમિકા છે. આ ફિલ્મનું નિર્દેશન શોનાલી બોસે કહ્યું છે. તમામ આ ફિલ્મને લઈને ઉત્સાહિત છે. પ્રિયંકા ચોપરાએ આ વાતની જાહેરાત કરતા સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, NBA ભારત ખેલમાં સહયોગી બનવા માટે હું ઉત્સાહિતછું. આ ખેલ 4 અને 5 ઓક્ટોબરે થશે. આ ખેલ મુંબઈમાં લાઈવ જોવા માટે હુ ઉત્સુક છું. જલ્દી જ ટિકિટ બુક કરો,

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK