પ્રિયંકાએ સલમાનની બહેનની મુલાકાત કોની સાથે કરાવી?

Published: May 23, 2016, 03:28 IST

પ્રિયંકા ચોપડા અને સલમાન ખાનની બહેન અર્પિતા ખાન શર્મા બન્ને સારા મિત્ર છે અને એથી જ પ્રિયંકાએ એની મુલાકાત હૉલીવુડના ઍક્ટર ડ્વેઇન જૉન્સન સાથે કરાવી છે.અર્પિતા હાલમાં અમેરિકામાં વેકેશન માણી રહી છે અને પ્રિયંકાએ હાલમાં જ ડ્વેઇન સાથે ‘બેવૉચ’નું શૂટિંગ પૂરું કર્યું છે. એથી પ્રિયંકાએ અર્પિતા અને તેના પતિ આયુષ શર્માને ડ્વેઇન સાથે મુલાકાત માટે મદદ કરી હતી. અર્પિતાએ ડ્વેઇન સાથેનો તેનો ફોટો ફોટો-શૅરિંગ વેબસાઇટ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરતાં લખ્યું કે ‘Thank you The Rock for being so sweet, thank you Priyanka for making this possible.’

પ્રિયંકાએ ત્યાર બાદ અર્પિતા સાથે ન્યુ યૉર્કમાં ઘણો સમય પસાર કર્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK