Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > 'ધ સ્કાય ઈઝ પિંક'ના પ્રીમિયર દરમિયાન પ્રિયંકા થઈ ગઈ ભાવુક, જુઓ વીડિયો

'ધ સ્કાય ઈઝ પિંક'ના પ્રીમિયર દરમિયાન પ્રિયંકા થઈ ગઈ ભાવુક, જુઓ વીડિયો

14 September, 2019 11:29 AM IST | ટોરેન્ટો

'ધ સ્કાય ઈઝ પિંક'ના પ્રીમિયર દરમિયાન પ્રિયંકા થઈ ગઈ ભાવુક, જુઓ વીડિયો

'ધ સ્કાય ઈઝ પિંક'ના પ્રીમિયર દરમિયાન પ્રિયંકા થઈ ગઈ ભાવુક

'ધ સ્કાય ઈઝ પિંક'ના પ્રીમિયર દરમિયાન પ્રિયંકા થઈ ગઈ ભાવુક


બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપકા હાલમાં જ પોતાની ફિલ્મ ધ સ્કાઈ ઈઝ પિંકના વર્લ્ડ પ્રીમિયર માટે ટોરોંટો ફિલ્મ ફેસ્ટિવલમાં એક ખૂબસૂરત અંદાજમાં સામેલ થઈ હતી. જે દરમિયાન તે અચાનક ડાયરેક્ટર શોનાલી બોઝના ગળે મળીને ભાવુક થતી નજર આવી.

હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે પ્રીમિયર દરમિયાન ડાયરેક્ટર શોનાલી આવીને પ્રિયંકાને ભેટે છે, પ્રિયંકા ચોપડા ભાવુડ થઈ ગઈ અને તેની ભેટીને રહી. જે બાદ શોનાલીએ ફિલ્મની બાકી કાસ્ટને ભેટ્યા ત્યારે પણ પ્રિયંકાની આંખોમાં આંસૂ છલકાઈ ઉઠ્યા. બાદમાં તેણે પોતાના આંસૂ લુછીને બધાને ગળે લગાવ્યા.




પ્રિયંકા લાંબા સમય બાદ આ ઈમોશનલ ફિલ્મથી બોલીવુડમાં પોતાનું કમબેક કરી રહી છે. હવે આ આંસુઓનું કારણ ફિલ્મની ભાવુક કહાની હતી કે પ્રિયંકાનું કમબેક આ વાતને સમજવી મુશ્કેલ છે.



તમને જણાવી દઈએ કે હાલ ટોરોંટો ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે, જ્યાં ફિલ્મ સ્કાઈ ઈઝ ધ પિંકનું વર્લ્ડ પ્રીમિયર રાખવામાં આવ્યું હતું. એ દરમિયાન ત્યાં પ્રિયંકા ચોપરા, ફરહાર અખ્તર, રોહિત શરાફ અને ડિરેક્ટર શોનાલી બોઝ હાજર હતા.

ફિલ્મના પ્રીમિયરમાં પ્રિયંકાએ વ્હાઈટ, ગ્રે અને બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો હતો. મિનિમલ મેકઅપ અને કેટઆઈ સાથે પ્રિયંકા ખૂબસૂરત લાગી રહી હતી.


આ પણ જુઓઃ ગુજરાત પાસે આવેલા આવેલા આ કેન્દ્ર શાસિત પ્રદેશોની તમારે ચોક્કસ લેવી જોઈએ મુલાકાત

તમને જણાવી દઈએ કે ધ સ્કાઈ ઈઝ પિંક એક લવ સ્ટોરી છે. જેને ફરહાન અને પ્રિયંકાની ઑન સ્ક્રીન દીકરી ઝાયરા વસીમ ફિલ્મમાં સંભળાવી રહી છે. ફિલ્મ 11 ઑક્ટોબરે રીલિઝ થશે. કેટલાક દિવસો પહેલા જ ફિલ્મનું ટ્રેલર સામે આવ્યું હતું, જેને લોકોએ ખૂબ જ પસંદ કર્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

14 September, 2019 11:29 AM IST | ટોરેન્ટો

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK