ઉતાવળમાં પ્રિયંકા ચોપરાએ કરી આટલી મોટી ભૂલ, જુઓ તસવીર

Published: Nov 14, 2019, 16:48 IST | New Delhi

અભિનેત્રીએ પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર એક ફોટો શેર કર્યો જેમાં તે માતા મધુ ચોપરા અને પરિવારજનો સાથે જોવા મળી રહી છે. પ્રિયંકાની આ તસવીર સરસ છે, પરંતુ તેમાં એક ગરબડ છે જેની કદાચ જ કોઈએ નોંધ લીધી હશે.

પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરા

બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલ દિલ્હીમાં નેટફ્લિક્સ માટે ધ વ્હાઈટ ટાઈગરનું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં પ્રિયંકા સાથે રાજકુમાર રાવ છે. દિલ્હીમાં પ્રિયંકા પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહી છે. અભિનેત્રીએ પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર એક ફોટો શેર કર્યો જેમાં તે માતા મધુ ચોપરા અને પરિવારજનો સાથે જોવા મળી રહી છે. પ્રિયંકાની આ તસવીર સરસ છે, પરંતુ તેમાં એક ગરબડ છે જેની કદાચ જ કોઈએ નોંધ લીધી હશે.

આ તસવીરને તમે જ્યારે ધ્યાનથી જોશો તો ગરબડ તમને ખબર પડશે. ફોટો ક્લિક કરાવતી વખતે પ્રિયંકાએ એક જ પગમાં સેન્ડલ પહેર્યું છે. હવે આવું તેણે જાણી જોઈને કર્યું છે કે ફોટો ક્લિક કરાવવાની ઉતાવળમાં સેન્ડલ પહેરતા ભૂલી ગઈ એ તો એને જ ખબર..

pc

પ્રિયંકા થઈ હતી ટ્રોલ
દિલ્હીમાં વધતા જતા પ્રદૂષણને લઈને પ્રિયંકાએ કેટલાક દિવસો પહેલા પોતાનો એક ફોટો શેર કરીને ચિંતા વ્યક્ત કરી હતી. એ ફોટોમાં તેણે માસ્ક પહેર્યો હતો. પ્રિયંકાએ લખ્યું હતું કે, 'અત્યારે અહીં શૂટ કરવું ખૂબ અઘરૂં છે. હું વિચારી પણ નથી શકી કે લોકો અહીં કેવી રીતે રહે છે.' પ્રિયંકાના આ ફોટો પર નિશાન સાધતા લોકોએ કહ્યું હતું કે, પોતાના લગ્નમાં ફટાકડા ફોડ્યા ત્યારે તેને પ્રદૂષણ યાદ નહોતું આવ્યું?

આ પણ જુઓઃ Raam Mori: આ નેશનલ અવૉર્ડ વિજેતા લેખકને બનવું છે 'હાઉસ હસબન્ડ'!

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK