Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Priyanka Chopraએ બર્થ ડે પર કર્યો એવો ડાન્સ, કે વીડિયો થયો વાઈરલ

Priyanka Chopraએ બર્થ ડે પર કર્યો એવો ડાન્સ, કે વીડિયો થયો વાઈરલ

19 July, 2019 12:49 PM IST | મુંબઈ

Priyanka Chopraએ બર્થ ડે પર કર્યો એવો ડાન્સ, કે વીડિયો થયો વાઈરલ

પ્રિયંકા ચોપરાએ કર્યો ડાન્સ

પ્રિયંકા ચોપરાએ કર્યો ડાન્સ


બોલીવુડની દેસી ક્વિન પ્રિયંકા ચોપરાએ 18 જુલાઈએ પોતાનો 37મ જન્મ દિવસ ઉજવ્યો. પ્રિયંકાએ પોતાના જન્મદિવસે કેટલી મસ્તી કરી, તે વાતનો પુરાવો છે એક વીડિયો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોને પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનસે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કર્યો છે.

વાઈરલ વીડિયોમાં પ્રિયંકા રેડ કલરના ડ્રેસમાં સેક્સી ડાન્સ કરતી દેખાઈ રહી છે. આ વીડિયોમાં પ્રિયંકા ચોપરાએ લાલ રંગનો ડીપ નેક શોર્ટ ડ્રેસ પહેર્યો છે, જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. નિક જોનસે પોતાની ઈન્સ્ટાસ્ટોરીમાં આ વીડિયો શૅર કર્યો છે. સાથે જ નિકે પ્રિયંકા ચોપરાને એક મેસેજ સાથે જન્મદિવસની શુભેચ્છા પણ આપી. નિક જોનસે પત્ની પ્રિયંકા ચોપરાના બે ફોટોઝ શૅર કર્યા છે, જેમા લખ્યું છે કે તુ મારી જિંદગીની રોશની છે, મારું દિલ છે... લવ યુ બેબી !




પ્રિયંકા ચોપરાને જન્મદિવસે તેની સાસુ ડેનિસ જોનસ અને બહેન પરીણિતિ ચોપરાએ પણ ખાસ મેસેજ આપીને વીશ કર્યું છે. ડેનિસે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પ્રિયંકા ચોપરાની પીઠી ચોળવાની વિધિનો ફોટો શૅર કર્યો છે. જેમાં લખ્યું છે,'સુંદર છોકરીનો સુંદર જન્મદિવસ, આઈ લવ યુ દિલ.'


 
 
 
View this post on Instagram

Light of my world. My whole heart. I love you baby. Happy birthday.

A post shared by Nick Jonas (@nickjonas) onJul 18, 2019 at 9:19am PDT


priyanka chopra

આ પણ વાંચોઃ Siddharth Randeria: રંગભૂમિ ગજવતા ગુજ્જુભાઈના જુઓ પર્સનલ લાઈફના ફોટોઝ

તો પરિણીતી ચોપરાએ લખ્યું હેપ્પી બર્થ ડે મીમી દીદી. તમારા જેવું દુનિયામાં કોઈ નથી. એક્ટ્રેસ અને દીદી. તમને જણાવી દઈએ કે પ્રિયંકાએ વર્ષ 2018માં જ નિક જોનસ સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્ન ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. તો પ્રિયંકાના વર્ક ફ્રંટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં જ સ્કાય ઈઝ પિંકમાં દેખાવાની છે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરાની સાથે ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ લીડ રોલમાં છે. ફિલ્મ 11 ઓક્ટોબરે રિલીઝ થવાની છે.

Whatsapp-channel Whatsapp-channel

19 July, 2019 12:49 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK