Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રિયંકા ચોપરાએ રચ્યો ઈતિહાસ, મેડમ તુસાદમાં લાગશે 6 સ્ટેચ્યૂ

પ્રિયંકા ચોપરાએ રચ્યો ઈતિહાસ, મેડમ તુસાદમાં લાગશે 6 સ્ટેચ્યૂ

08 February, 2019 07:09 PM IST |

પ્રિયંકા ચોપરાએ રચ્યો ઈતિહાસ, મેડમ તુસાદમાં લાગશે 6 સ્ટેચ્યૂ

પ્રિયંકાએ રચ્યો ઈતિહાસ

પ્રિયંકાએ રચ્યો ઈતિહાસ


પ્રિયંકા ચોપરા એક ગ્લોબલ આઈકૉન છે. પહેલા બોલીવુડ ફિલ્મો અને હવે હોલીવુડ ફિલ્મો અને સીરિઝમાં પોતાના દમદાર અભિનયથી છવાઈ જનાર પ્રિયંકા ચોપરાએ ઈતિહાસ રચ્યો છે. મેડમ તુસાદ મ્યુઝિયમમાં છ સ્ટેચ્યૂ ધરાવનાર પ્રિયંકા ચોપરા દુનિયાની બીજી અને ભારતની પહેલી હસ્તી બની છે.

મેડમ તુસાદ મ્યુઝિયમે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી છે. જેમાં પ્રિયંકા અમેરિકાના ન્યૂયૉર્કમાં પોતાના વેક્સ સ્ટેચ્યૂનું ઉદ્ધાટન કરી રહેલી જોવા મળી રહી છે. આ સિવાય પ્રિયંકાનું વેક્સ સ્ટેચ્યૂ લંડન, સિડની, બેંગકોક અને સિંગાપુરમાં પણ લગાવવામાં આવશે. પ્રિયંકાની સાથે જાણીતી સિંગર વિટની હાઉસટનના પણ દુનિયામાં છ વેક્સ સ્ટેચ્યૂ છે.

આ પણ વાંચોઃદરેક સેલિબ્રિટી સાથે હોય છે આ ભાઈ, ખબર છે, કોણ છે ?



નિક જોનાસ સાથે લગ્ન કર્યા બાદ પ્રિયંકા મિની બ્રેક પર હતી અને હવે તે પાછી આવી છે. પ્રિયંકા હાલ પોતાની હોલીવુડ ફિલ્મને પ્રમોટ કરી રહી છે. હાલમાં જ તે ગુડ મૉર્નિંગ અમેરિકા શોમાં પોતાની મેરિડ લાઈફ પર વાત કરતી નજર આવી હતી. આ સિવાય તે બોલીવુડમાં 3 વર્ષ બાદ કમબેક પણ કરી રહી છે. પિગી ચોપ્સ હાર શોનાલી બોસની ફિલ્મ ધ સ્કાઈ ઈઝ પિંકના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ આયશા ચૌધરીના જીવન પર આધારિત છે. જે એક ગંભીર બીમારીથી ગ્રસ્ત હોવા છતાં એક મોટિવેશનલ સ્પીકર બને છે.


Whatsapp-channel Whatsapp-channel

08 February, 2019 07:09 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK