Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વીડિયો : પગમાં લાગ્યું હોવા છતાં, બોલીવુડના આ સોન્ગ પર નાચી પ્રિયંકા

વીડિયો : પગમાં લાગ્યું હોવા છતાં, બોલીવુડના આ સોન્ગ પર નાચી પ્રિયંકા

12 June, 2019 08:48 PM IST |

વીડિયો : પગમાં લાગ્યું હોવા છતાં, બોલીવુડના આ સોન્ગ પર નાચી પ્રિયંકા

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા


બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) ટૂંક સમયમાં જ બોલીવુડ ફિલ્મ ધ સ્કાય ઇઝ પિન્ક સાથે બોલીવુડમાં કમબેક કરવાની છે આ ફિલ્મમાં તેની સાથે ફરહાન અખ્તર પણ હશે. મંગળવારે ફિલ્મની રેપ અપ પાર્ટી રાખવામાં આવી જેમાં પ્રિયંકાની માતા મધુ ચોપરાથી લઇને બોલીવુડના તમામ સિતારાઓ સામેલ થયા.

પાર્ટી માટે આવી હતી પ્રિયંકાની ડ્રેસિંગ
રેપ અપ પાર્ટીમાં પ્રિયંકા વાઇટ કલરના ડ્રેસમાં પહોંચી હતી. તેની સાથે તેણે ગ્રીન સેન્ડલ પહેર્યા હતા. આ ડ્રેસમાં તે ખૂબ જ સ્માર્ટ લાગી રહી હતી. આ રેપ પાર્ટીની કેટલીય તસવીરો અને વીડિયોઝ પણ સામે આવ્યા છે. જેમાં તે પોતાના ફ્રેન્ડ્સ સાથે મસ્તી કરતી જોવા મળે છે.




પગમાં લાગ્યું હોવા છતાં બિન્દાસ નાચી દેસી ગર્લ
પાર્ટીમાંથી પ્રિયંકાના કેટલાય ડાન્સિંગ વીડિયોઝ સામે આવ્યા છે જેમાં તે બોલીવુડ ફિલ્મોના સૉન્દ્સ પર બિન્દાસ ડાન્સ કરતી જોવા મળે છે. અને મહત્વની વાત તો એ છે કે પ્રિયંકાના પગમાં લાગ્યું હોવા છતાં તે બિન્દાસ ડાન્સ કરી રહી છે. વાયરલ વીડિયોમાં પ્રિયંકા તેની ફિલ્મ દોસ્તાનાનું સૉન્ગ દેસી ગર્લ અને દિલ ધડકને દોની સોલિડ મસ્તી છાઇ પર ખૂબ મજાથી ડાન્સ કરી રહી છે.


આ પણ વાંચો : અમિતાભ બચ્ચને બિહારના 2100 ખેડૂતોનું દેવું ચૂકવ્યું

ઉલ્લેખનીય છે કે પ્રિયંકાના લગ્ન નિક જોનાસ સાથે થયા છે ત્યાર બાદ તેણે બોલીવુડની ફિલ્મોમાં કામ કર્યું નથી. ધ સ્કાય ઇઝ પિન્કમાં તે લગ્ન પછી ફરી બોલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. તેથી તેના ચાહકો ખૂબ જ ખુશ છે.

Whatsapp-channel Whatsapp-channel

12 June, 2019 08:48 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK