Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કૂકિંગ કરતાં પ્રિયંકા અને નિક

કૂકિંગ કરતાં પ્રિયંકા અને નિક

07 July, 2019 11:14 AM IST | યુરોપ

કૂકિંગ કરતાં પ્રિયંકા અને નિક

કૂકિંગ કરતાં પ્રિયંકા અને નિક

કૂકિંગ કરતાં પ્રિયંકા અને નિક


પ્રિયંકા ચોપડા જોનસ અને નિક જોનસ યુરોપની ટ્રિપ દરમ્યાન ઇટલીમાં કૂકિંગ ક્લાસમાં એન્જૉય કરતાં જોવા મળ્યા હતાં. તેમણે હાલમાં જ પેરિસમાં નિકનાં ભાઈ જો જોનસ અને સોફિ ટર્નરનાં લગ્ન અટૅન્ડ કર્યા હતાં. પ્રિયંકા અને નિક પોતાની હૉલિડેને એન્જૉય કરતાં યુરોપમાં વિવિધ ઍક્ટિવિટીઝ કરી રહ્યાં છે. તેમણે હવે કૂકિંગ ક્લાસનો શોખ પૂરો કર્યો છે.

તેમણે પાસ્તા અને સૉસ બનાવ્યું હતું. પ્રિયંકા કૂકિંગ કરી રહી છે એ વિડિયો નિકે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. આ વિડિયોમાં નિક તેને પૂછે છે કે ફૂડ બનાવતી વખતે તારો ફૅવરિટ પાર્ટ કયો છે? એનો જવાબ આપતાં પ્રિયંકાએ કહ્યું હતું કે ‘ખરું કહું તો હું જમવાનું નથી બનાવી શકતી, પરંતુ જ્યારે શૅફ શીખવાડે છે તો મને લાગે છે કે હા હું જમવાનું બનાવી શકું છું.’



આ પણ વાંચોઃ કંગના રણૌતની ફિલ્મ 'ધાકડ'નું શાનદાર પોસ્ટર થયું રિલીઝ, 2020માં રિલીઝ થશે ફિલ્મ


 આ કૂકિંગ ક્લાસનાં ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને નિકે કૅપ્શન આપી હતી કે ડૅટ નાઇટ કૂકિંગ ઍક્સ્ટ્રાવૅગેન્ઝા.


Whatsapp-channel Whatsapp-channel

07 July, 2019 11:14 AM IST | યુરોપ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK