Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રોમેન્ટીક અંદાજમાં જોવા મળ્યો પ્રિયંકા ચોપરા અને નિક જોનસ

રોમેન્ટીક અંદાજમાં જોવા મળ્યો પ્રિયંકા ચોપરા અને નિક જોનસ

28 July, 2019 05:02 PM IST |

રોમેન્ટીક અંદાજમાં જોવા મળ્યો પ્રિયંકા ચોપરા અને નિક જોનસ

 પ્રિયંકા-નિકનો રોમેન્ટીક અંદાજ

પ્રિયંકા-નિકનો રોમેન્ટીક અંદાજ


બોલીવુડ સ્ટાર પ્રિયંકા ચોપરા હાલ માયામીમાં પતિ નિક જોનસ સાથે બર્થ-ડે વેકેશન માણી રહી છે. આ વચ્ચે પ્રિયંકા ચોપરા પોતાના સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે સતત ફોટો અને વીડિયો શૅર કરતી રહે છે. હાલમાં જ પ્રિયંકાએ એક ફોટો શૅર કર્યો હતો જેમાં પ્રિયંકા અને નિક રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યાં છે.

પ્રિયંકા હાલ માયામીમાં છે અને તેનું બર્થ-ડે વેકેશન માણી રહી છે. શનિવાર સાંજે પ્રિયંકા અને નિક સાથેનો એક ફોટો પ્રિયંકાએ શૅર કર્યો હતો જેના બન્ને રોમેન્ટીક અંદાજમાં પોઝ આપી રહ્યાં છે. આ ફોટોમાં પ્રિયંકાએ દીલના ઈમોજીસ સાથે 'મેરા' કેપ્શન આપ્યું હતું. ફોટોમાં પ્રિયંકા પિન્ક કલરના સ્વીમ સ્યૂટમા દેખાઈ રહી છે અને હાથમાં પિન્ક કલરના મોજા જોવા મળી રહ્યાં છે. નિક જોનસ પ્રિયંકાને સાથે શર્ટલેસ અંદાજમાં જોવા મળી રહ્યાં છે.



આ પણ વાંચો: બધાને પ્રેમમાં મળવો જોઈએ બીજો મોકોઃ મલાઈકા અરોરા


પ્રિયંકા માયામીમાં બર્થ-ડે વેકેશન માટે પહોંચી છે. બર્થ-ડે ફોટોઝના કારણે પ્રિયંકા ઘણી ચર્ચાઓમાં રહી છે. હાલમાં પ્રિયંકા બિકીની લૂકમાં જોવા મળી હતી આ ફોટો તેમની પ્રાઈવેટ યોર્ટ પાર્ટીની છે. પ્રિયંકા ચોપરા નિક જોનસ સાથે પરિવાર સાથે માયામી પહોંચી હતી. માયામીની પાર્ટીમાં પ્રિયંકાના પરિવાર સાથે તેના મિત્રો પણ જોવા મળ્યા હતાં.


Whatsapp-channel Whatsapp-channel

28 July, 2019 05:02 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK