પીઠી વખતે કેમ ખડખડાટ હસી પ્રિયંકા, કેવો હતો નિકનો હાલ

Published: Jun 19, 2019, 17:06 IST | મુંબઈ

આ તસવીરોમાં નિક તો ક્યુટ લાગે જ છે પણ પ્રિયંકા પણ એટલી જ સુંદર લાગી રહી છે તેની સાથે જ તેની સુંદરતામાં વધારો કરે છે તેનું ખડખડાટ હસવું અને નિકનું કુણું કુણું હરખાવું,

પ્રિયંકા અને નિકની પીઠી ચોળવાની વિધિની તસવીર (તસવીર સૌજન્ય ગ્લેમર અલર્ટ ઑફિશ્યલ)
પ્રિયંકા અને નિકની પીઠી ચોળવાની વિધિની તસવીર (તસવીર સૌજન્ય ગ્લેમર અલર્ટ ઑફિશ્યલ)

બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્ન અને રિસેપ્શનની તસવીરો તો ઘણી જોઇ પણ આ એવી તસવીરો છે જે તમે ક્યારેય નહીં જોઇ હોય, અને આ તસવીરોમાં નિક તો ક્યુટ લાગે જ છે પણ પ્રિયંકા પણ એટલી જ સુંદર લાગી રહી છે તેની સાથે જ તેની સુંદરતામાં વધારો કરે છે તેનું ખડખડાટ હસવું અને નિકનું કુણું કુણું હરખાવું, તસવીરો જોશો તો તમે પણ મરકાઇ જશો.

પ્રિયંકાના લગ્નની પીઠીની વિધિની તસવીરો થઇ વાઇરલ
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની પીઠી ચોળવાની વિધિની તસવીરો સામે આવી છે જેમાં નિકને પીઠી ચોળાઇ રહી છે. અને પ્રિયંકા તેને જોઇને ખડખડાટ હસી રહી છે. પ્રિયંકાએ હલ્દી સેરેમની વખતે વાઇટ ડ્રેસ જે ડિપ વી નેકલાઇન અને તેની એજિસ પર રેડ ફ્લાવરવાળી ડિઝાઇન છે તેવો ડ્રેસ પહેર્યો છે. અને નિક જોનાસે પણ તે જ રીતે વાઇટ કલરનો શોર્ટ કુર્તો પાયજામો અને સાથે ઓરેન્જિશ રેડ કલરનું ઉપરણું પહેર્યું છે.

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્ન સમયના ફોટો એક પછી એક બહાર આવી રહ્યા છે. ત્યારે ગ્લેમર અલર્ટના ઓફિશ્યલ અકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલી આ પાંચ તસવીરોમાં પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના જુદાં જુદાં હાવભાવો જોવા મળે છે તેમાંથી લગભગ બધી જ તસવીરોમાં પ્રિયંકા ખડખડાટ હસી રહી છે અને આ સુંદર તસવીરો તેમની હલ્દી સેરેમની એટલે કે પીઠી ચોળવાની વિધિના છે. આ તસવીરોમાં નિકને પીઠી ચોળવામાં આવી રહી છે અને પ્રિયંકા તેને જોઇને મરકી રહી છે.

આ પણ વાંચો : પ્રિયંકા ચોપરાએ પહેર્યો RSSનો ખાખી ચડ્ડો, સોશિયલ મીડિયામાં થઇ ટ્રોલ

ઉલ્લેખનીય છે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્ન વખતે પણ તેના કપડાં વિશે પણ એવા ચર્ચા હતી કે 80 કલાકારોની 12 હજાર કલાકની મહેનત બાદ પ્રિયંકાનો લહેંગો બન્યો હતો. એટલું જ નહીં પ્રિયંકાએ 2 ડિસેમ્બરે હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કર્યા ત્યારે તેનું લાલ પાનેતર હેન્ડ મેડ એમ્બ્રોઈડરીથી તૈયાર કરાયું હતું. જેમાં કોલકાતાની 110 જાતની એમ્બ્રોઈડરી ડિઝાઈન યુઝ થઈ હતી. મુઘલ જ્વેલરી પાસેથી આ લહેંગો બનાવવામાં 3,720 કલાક એટલે કે લગભગ 5 મહિનાનો સમય લાગ્યો હતો. તો પ્રિયંકાએ પહેરેલી જ્વેલરીમાં અનકટ ડાયમંડ્સ અને જાપાનીઝ પર્લ્સ સાથે 22 કેરેટ સોનું લગાવાયેલું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK