Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રિયંકા અને નિક જોનાસે ખરીદ્યું 20 મિલિયન ડૉલર એટલે 144 કરોડનું ઘર

પ્રિયંકા અને નિક જોનાસે ખરીદ્યું 20 મિલિયન ડૉલર એટલે 144 કરોડનું ઘર

13 November, 2019 05:32 PM IST | Mumbai Desk

પ્રિયંકા અને નિક જોનાસે ખરીદ્યું 20 મિલિયન ડૉલર એટલે 144 કરોડનું ઘર

પ્રિયંકા અને નિક જોનાસે ખરીદ્યું 20 મિલિયન ડૉલર એટલે 144 કરોડનું ઘર


ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને પતિ નિક જોનાસે અમેરિકાના લૉસ એન્જિલ્સમાં 144 કરોડ રૂપિયાનું ઘર ખરીદ્યું છે. અમેરિકન ડૉલરની વાત કરીએ તો આ ઘર 20 મિલિયન ડૉલરનું છે. વૉલ સ્ટ્રીટ જર્નલની રિપોર્ટ પ્રમાણે નિક અને તેની પત્ની પ્રિયંકા ચોપરાએ 20,000 વર્ગ ફૂટની સંપત્તિ ખરીદી છે અને આ માટે તેમણે 20 મિલિયન ડૉલર એટલે કે 144 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.

જોનાસ બ્રધર્સ કથિત રૂપે લૉસ એંજિલ્સમાં ઘણાં પૈસા ઇન્વેસ્ટ કરી રહ્યા છે અને તેમણે કુલ રેકૉર્ડ તોડી 34.1 મિલિયન ખર્ચ કર્યા છે. આ વચ્ચે જોનાસ અને તની પત્ની સોફી ટર્નરે 15,000 સ્ક્વેર ફૂટ ઘર માટે 3 માઈલ દૂર 14.1 મિલિયન ડૉલર ખર્ચ કર્યા.



 
 
 
View this post on Instagram

? #Cannes2019

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) onMay 19, 2019 at 7:46am PDT


રિપોર્ટ પ્રમાણે પ્રિયંકા અને નિકના આધુનિક ઘરમાં સાત બેડરૂમ, 11 બાથરૂમ, ઉંચી ટેરેસ અને પર્યાપ્ત આંગણું છે. અને ભલે સોફી અને જોનું ઘર નાનું હોય પણ તેમાં 10 બેડરૂમ અને 14 બાથરૂમ છે. ઑગસ્ટમાં એ કહેવામાં આવ્યું કે નિકે પોતાનું બેચલર ઘર વેંચી દીધું હતું અને તે પ્રિયંકા સાથે ઘર શૅર કરવા માટે એક નવા ઘરની શોધ કરી રહ્યા હતા. નિક અને પ્રિયંકાએ ડિસેમ્બર 2018માં લગ્ન કરી લીધા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું તે નિકની કુલ કમાણી 25 મિલિયન ડૉલર છે અને પ્રિયંકાની કમાણી 28 મિલિયન ડૉલરમાં છે.


 
 
 
View this post on Instagram

Priyanka and Nick today at #gullyboy LA screening #priyankachopra #nickjonas ?

A post shared by Priyanka Chopra-Pedia ? (@priyankapedia) onOct 15, 2019 at 1:29pm PDT

પ્રિયંકાએ વોગને આપેલા એક ઇન્ટરવ્યૂમાં એક નવું ઘર ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ વિશે જણાવતાં તેણે કહ્યું હતું, 'ઘર ખરીદવું અને મા બનવું મારી ટૂ-ડૂ લિસ્ટમાં છે.' પ્રિયંકાએ આગળ એ પણ કહ્યું હતું કે, "મારી માટા ઘર તે છે જ્યાં હું ખુશ છું, મારી આસ-પાસના લોકો ખુશ છે."

આ પણ વાંચો : Happy Birthday Juhi Chawla: રૅર અને યુવાનીના ફોટોઝ પર કરો એક નજર

પ્રિયંકા તાજેતરમાં ફિલ્મ અભિનેતા ફરહાન અખ્તર સાથે ફિલ્મ ધ સ્કાઇ ઇઝ પિન્કમાં જોવા મળી હતી. તે રૉબર્ટ રોડ્રિગ્ઝની ફિલ્મ 'વી કેન બી હીરોઝ'માં પણ જોવા મળશે. આ સિવાય તે રાજકુમાર રાવ સાથે 'ધ વાઇટ ટાઇગર'માં પણ જોવા મળશે.

Whatsapp-channel Whatsapp-channel

13 November, 2019 05:32 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK